For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વિરાટ કોહલી એક જ ટીમ માટે 800 ચોગ્ગા ફટકારનાર પ્રથમ બેટ્સમેન

10:56 AM May 24, 2025 IST | Bhumika
વિરાટ કોહલી એક જ ટીમ માટે 800 ચોગ્ગા ફટકારનાર પ્રથમ બેટ્સમેન

વિરાટ કોહલીની ગણતરી ટી-20 ક્રિકેટના મહાન બેટ્સમેનોમાં થાય છે. તે આઇપીએલમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે અને 2008 થી તે જ ટીમ આરસીબી માટે રમી રહ્યો છે. તે વર્તમાન સિઝનમાં સારા ફોર્મમાં છે અને ઘણા બધા રન બનાવી રહ્યો છે. હવે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે, તેણે 25 બોલમાં 43 રન બનાવ્યા, જેમાં 7 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. મેચમાં 7 છગ્ગા ફટકારીને, તેણે આરસીબી માટે ઝ20 ક્રિકેટમાં 800 ચોગ્ગા પૂરા કર્યા છે. તે ટી20 ક્રિકેટના ઇતિહાસમાં એક જ ટીમ માટે 800 ચોગ્ગા ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો. જેમ્સ વિન્સે હેમ્પશાયર માટે ટી20 ક્રિકેટમાં 694 ચોગ્ગા ફટકાર્યા છે.

Advertisement

નોટિંગહામ ટીમ માટે એલેક્સ હેલ્સે 563 ચોગ્ગા ફટકાર્યા છે. ભારતના રોહિત શર્માએ મુંબઈ ઈન્ડિયન્સ ટીમ માટે ટી20 ક્રિકેટમાં 550 ચોગ્ગા ફટકાર્યા છે. વિરાટ કોહલી 2008 થી આઇપીએલમાં આરસીબી વતી રમી રહ્યો છે. અત્યાર સુધીમાં, તેણે 264 આઇપીએલ મેચોમાં કુલ 8552 રન બનાવ્યા છે, જેમાં તેણે 8 સદી અને 62 અડધી સદી ફટકારી છે. તે આઇપીએલમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન પણ છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement