ICC વન ડે રેન્કિંગમાંથી વિરાટ અને રોહિત ગાયબ, ગિલ નંબર વન બેટ્સમેન
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ નવીનતમ ODI રેન્કિંગ જાહેર કરી છે. ઈંઈઈની નવીનતમ ODI રેન્કિંગમાં એક ચોંકાવનારો બદલાવ જોવા મળ્યો છે. વિશ્વ ક્રિકેટના બે મહાન ODI બેટ્સમેન રોહિત શર્મા અને વિરાટ કોહલી અચાનક ICC વનડે રેન્કિંગમાંથી ગાયબ થઈ ગયા છે. આ ખૂબ જ ચોંકાવનારી ઘટના છે, કારણ કે, એક અઠવાડિયા પહેલા 13 ઓગસ્ટના રોજ રોહિત શર્મા વિશ્વનો નંબર-2 ODI બેટ્સમેન હતો. જ્યારે વિરાટ કોહલી ICC વનડે રેન્કિંગમાં નંબર-4 પર હતો.
રોહિત શર્મા અને વિરાટ કોહલી અચાનક ICC વનડે રેન્કિંગમાંથી ગાયબ થઈ ગયા છે. વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના આ બન્ને મહાન બેટ્સમેન ઈંઈઈની નવીનતમ વનડે રેન્કિંગમાં ટોચના 100માં પણ નથી. આ ઘટના પછી સોશિયલ મીડિયા પર સનસની મચી ગઈ છે. નોંધનીય છે કે, વિરાટ કોહલી અને રોહિત શર્માએ તેમની છેલ્લી વનડે આંતરરાષ્ટ્રીય મેચ 9 માર્ચ 2025ના રોજ ન્યુઝીલેન્ડ સામે રમી હતી. આ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની અંતિમ મેચ હતી. આ મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને 4 વિકેટથી હરાવીને ટ્રોફી જીતી હતી. વિરાટ કોહલી અને રોહિત શર્માનું અચાનક ICC વનડે રેન્કિંગમાંથી ગાયબ થવું ખૂબ જ આશ્ચર્યજનક છે, કારણ કે બન્નેએ હજુ સુધી ODI ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી નથી.
20 ઓગસ્ટના રોજ જાહેર કરાયેલ રેન્કિંગ અનુસાર શુભમન ગિલ 784 રેટિંગ પોઈન્ટ સાથે દુનિયાનો નંબર-1 વનડે બેટ્સમેન છે. બીજા નંબર પર પાકિસ્તાનનો સ્ટાર બેટ્સમેન બાબર આઝમ છે. બાબર આઝમના 739 રેટિંગ પોઈન્ટ છે. આ ઉપરાંત શ્રેયસ ઐયરના રૂૂપમાં ભારતનો માત્ર એક બેટ્સમેન ICC વનડે રેન્કિંગમાં ટોપ-10 બેટ્સમેનમાં સામેલ છે. શ્રેયસ ઐયર 704 પોઈન્ટ સાથે ICC વનડે બેટ્સમેન રેન્કિંગમાં છઠ્ઠા નંબર પર છે.