For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વિનેશે મેડલ માટે જાનની બાજી લગાવી હતી, કોચે ખોલ્યા રહસ્ય

12:16 PM Aug 17, 2024 IST | admin
વિનેશે મેડલ માટે જાનની બાજી લગાવી હતી  કોચે ખોલ્યા રહસ્ય

વજન ઘટાડવાના પ્રયાસમાં તે મરી પણ શકી હોત

Advertisement

છેલ્લા શ્વાસ સુધી લડી લેજે… આપણે હંમેશા સામાન્ય બોલચાલની ભાષામાં આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે, વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાં મેડલ મેળવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકી દીધો હતો. તેણે ઓલિમ્પિક મેડલ માટે પોતાના જીવ પર બાજી લગાવી દીધી હતી. આ ખુલાસો વિનેશ ફોગાટના કોચ વોલર અકોસે કર્યો છે.

હંગેરીના વોલર અકોસે પોતાની ફેસબૂક પર વિનેશ ફોગાટના વજન વધવા અને તેને ઓછો કરવાને લઈને કરેલા પ્રયત્નો વિશે વિસ્તારથી જણાવ્યું હતુ. ફર્સ્ટ પોસ્ટ અનુસાર વોલર અકોસે લખ્યું, સેમીફાઇનલ જીત્યા પછી તેનો વજન 2.7 કિલો વધુ હતો. ત્યાર બાદ તેણે વજન ઓછો કરવા માટે કલાક 20 મિનિટ સુધી કસરત કરી. આમ છતાં તેનો વજન 1.5 કિલો વધુ નીકળ્યો. ત્યારબાદ તેને 50 મિનિટ સુધી સ્ટીમ બાથ કરાવવામાં આવ્યું, પણ પરસેવાનું એક ટીપું ન પડ્યું. ત્યારબાદ અમારી પાસે કોઈ ઉપાય ન રહ્યો. અમે મોડી રાતથી સવારે 5.30 સુધી તેણે અનેક પ્રકારના કોર્ડિયો મશીન અને કુસ્તીના દાવ લગાવીને વજન ઓછો કરાવાનો પ્રયત્ન કર્યો.

Advertisement

અમે તેની પાસે એક કલાકમાં આશરે 45 મિનિટ સુધી કસરત કરાવતા અને વચ્ચે વચ્ચે બે-ત્રણ મિનિટનો બ્રેક આપતા. તે એકવાર તો લગભગ બેભાન થઈને પડી ગઈ. અમે તેને ગમે તેમ કરીને એક કલાક સુધી જગાડી રાખી અને સ્ટિમ બાથ કરાવ્યું. હું જાણી જોઈને આટલા વિસ્તાર અને નાટ્યાત્મક રીતે બધું નથી જણાવ્યું રહ્યો, હું તો બસ એ યાદ કરું છું કે તે મરી પણ શકી હોત.

વોલર અકોસ પોતાની પોસ્ટમાં તે રાતની કહાનીને આગળ વધારતા લખ્યું કે, રાતે હોસ્પિટલમાંથી પાછા ફરતી વખતે અમારી વાતો રસપ્રદ હતી. ત્યારે વિનેશ ફોગાટે કહ્યું હતુ કે, કોચ તમે દુ:ખી ન થતાં તમે મને કહ્યું હતુ કે, જ્યારે હું મુશ્કેલ સ્થિતિમાં હોઉ અને મને વધુ તાકાતની જરૂૂર લાગે તો મારે માત્ર એ વિચારવું જોઈએ કે, મેં બેસ્ટ મહિલા પહેલવાન (જાપાનની યૂઈ સુકાસી)ને હરાવી છે. મેં મારુ લક્ષ્ય મેળવી લીધું. મેં સાબિત કરી બતાવ્યું કે, હું દુનિયાની બેસ્ટ રેસલરમાંથી એક છું. અમે સાબિત કર્યું કે અમારો ગેમ પ્લાન યોગ્ય હતો. મેડલ અને પોડિયમ તો માત્ર ઓબ્જેક્ટ છે, પરફોર્મન્સ કોઈ આંચકી નથી શકતું.

વર્લ્ડ નં. 1 યુઈ સુકાસી પર જીત વિશે હંગેરીના વોલર લખે છે. અમને એ વાતનું હજુ પણ ગર્વ છે કે, અમારા પ્લાને કામ કર્યું, જેણે દુનિયાની બેસ્ટ રેસલરને હરાવી અને પહેલીવાર ભારતની મહિલા પહેલવાન ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચી. ટોક્યો ઓલિમ્પિકની ગોલ્ડ મેડલિસ્ટ સુસાકીની આ પહેલી હાર હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement