રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વિનેશ ફોગાટને ગોલ્ડ મેડલ આપશે ખાપ પંચાયત

11:14 AM Aug 12, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

વિનેશ ફોગાટને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તેને ગોલ્ડ મેડલ આપવામાં આવશે. હરિયાણા પરત ફરવા પર ભવ્ય સ્વાગત સમારોહ પણ યોજાશે. હરિયાણામાં સ્ટાર રેસલર વિનેશ ફોગટને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, વિનેશને 2024 પેરિસ ઓલિમ્પિકમાં વધુ વજન હોવાના કારણે ફાઈનલ પહેલા અયોગ્ય ઠેરવવામાં આવી હતી.

વિનેશ ફોગાટના પરત ફર્યા બાદ ભવ્ય સ્વાગત સમારોહ યોજાશે. આ ઉપરાંત તેને ગોલ્ડ મેડલ પણ આપવામાં આવશે.
સર્વ ખાપ દ્વા

રા વિનેશ ફોગટને લઈને એક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાપંચાયતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વિનેશ ફોગાટ પરત ફરશે ત્યારે લોકો તેનું સ્વાગત કરશે. તેમજ વિનેશ ફોગાટને સર્વ ખાપ વતી એક સમારોહમાં ગોલ્ડ મેડલ આપવામાં આવશે.

વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાં શાનદાર શરૂૂઆત કરી હતી. વિનેશ ફોગાટે તેની પહેલી જ મેચમાં ચાર વખતની વર્લ્ડ ચેમ્પિયન અને ગત ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર કુસ્તીબાજને હરાવી હતી. આ પછી વિનેશે ક્વાર્ટર ફાઈનલ અને સેમીફાઈનલમાં પણ જોરદાર જીત નોંધાવી હતી અને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જોકે, ફાઈનલના દિવસે તે વધારે વજનના કારણે અયોગ્ય જાહેર થઈ ગઈ હતી.

Tags :
indiaindia newsSportsvinesh phogatVinesh Phogat Gold Medal
Advertisement
Next Article
Advertisement