ફોર્મ્યુલા-4 ઇન્ડિયન ચેમ્પિયન શિપના ત્રીજા રાઉન્ડમાં અમદાવાદ અપેક્ષ ટીમની જીત
પ્રથમ જીત અપાવવામાં વીર શેઠની મહત્ત્વની ભૂમિકા
ઈન્ડિયન રેસિંગ ફેસ્ટિવલમાં ફોર્મ્યૂલા-4 ઈન્ડિયન ચેમ્પિયનશિપના ત્રીજા રાઉન્ડમાં વીર સેઠ એ અમદાવાદ અપેક્ષ ટીમને પ્રથમ જીત અપાવી છે. મોહમ્મદ રયાન એ ચેન્નાઈ ટર્બો રાઈડર્સને ઈન્ડિયન રેસિંગ લીગના ત્રીજા રાઉન્ડમાં ડબલ પૂર્ણ કરવામાં મદદ કરી હતી.
કિંગફિશર સોડા દ્વારા પ્રસ્તુત અને રેસિંગ પ્રમોશન્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા પ્રમોટ કરવામાં આવતા ઈન્ડિયન રેસિંગ ફેસ્ટિવલમાં ચેન્નાઈ ટર્બો રાઈડર્સના મોહમ્મદ રયાને પોલ પોઝિશનને પ્રથમ જીતમાં પરિવર્તિત કરવાની સાથે ચેન્નાઈ ટીમ માટે ડબલ પૂર્ણ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
રવિવારે મદ્રાસ ઈન્ટરનેશનલ સર્કિટ પર 22 વર્ષીય રયાન શનિવારે રેસ-1માં ટીમના સાથી જોન લેન્કેસ્ટર બાદ આ જીત મેળવવામાં સફળ રહ્યો. 2019ના રોટેક્ષ કાર્ટિંગ ચેમ્પિયન એવા રયાન પોતાના હોમ સર્કિટ પર શાનદાર શરૂૂઆત કરવાની સાથે ઈન્ડિયન રેસિંગ ફેસ્ટિવલમાં પોતાની પ્રથમ જીત હાંસલ કરી તથા ટીમ ચેન્નાઈ ટર્બો રાઈડર્સને ઊજવણીની તક આપી હતી.
રયાનના પ્રારંભમાં જ આગળ નીકળી ગયા બાદ ગોવા એસિસ ટીમના સોહેલ શાહે આક્રમકતા સાથે જેડન પેરિયાટ (બેંગ્લોર સ્પીડસ્ટર્સ)ને પાછળ છોડ્યું અને આગળ પેરિયાટ વધુ એક સ્થાન પાછળ ગયો જ્યારે તેની જ ટીમનો સાથી ખેલાડી રિશોન રાજીવ આગળ નીકળી ગયો હતો. તે પછી ટોપ-3 ખેલાડીઓએ કોઈપણ જાતના સંઘર્ષ વિના પોતાનું સ્થાન જાળવી રાખ્યું હતું.
રયાને કહ્યું કે,મને સારી શરૂઆત મળી અને મારું ફોક્સ સતત સારી રીતે પ્રારંભિક લેપ્સ પૂર્ણ કરવા પર હતો. ચેન્નાઈ ટર્બો રાઈડર્સે બંને આઇઆરએલ રેસ જીતી વિકેન્ડને સારા પોઈન્ટ્સ સાથે પૂર્ણ કર્યો છે. ફોર્મ્યૂલા-4 ઈન્ડિયન ચેમ્પિયનશિપ અતિવ્યસ્ત દિવસે ફોર્મ્યૂલા-4 ઈન્ડિયન ચેમ્પિયનશિપમાં 3 જુદી-જુદી રેસમાં 3 જુદા-જુદા વિજેતા મળ્યા. રુહાન આલ્વા (શારાચી રાર્હ બેંગાલ ટાઈગર્સ), વીર સેઠ (અમદાવાદ અપેક્ષ રેસર્સ) અને દક્ષિણ આફ્રિકાનો અકીલ અલીભાઈ (બ્લેક બર્ડ્સ હૈદરાબાદ) આ વિજેતાઓમાં સામેલ હતા. જેડન પરિયાટને 20 સેક્ધડની પેનલ્ટી લાગવાને કારણે વીર સેઠ બીજા ક્રમેથી ટોચના સ્થાને પહોંચ્યો હતો.