For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દિગ્ગજ ભારતીય ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને IPLમાંથી નિવૃત્તિની જાહેરાત કરી, જાણો શા માટે લીધો આ નિર્ણય

01:27 PM Aug 27, 2025 IST | Bhumika
દિગ્ગજ ભારતીય ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને iplમાંથી નિવૃત્તિની જાહેરાત કરી  જાણો શા માટે લીધો આ નિર્ણય

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બાદ હવે અશ્વિને IPLમાંથી પણ નિવૃત્તિની હેરત કરી છે. તેણે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી. પોતાના એક્સ હેન્ડલ પર IPLમાંથી નિવૃત્તિની જાહેરાત કરતા, અશ્વિને પોતાના મોટા નિર્ણય પાછળનું કારણ પણ જણાવ્યું. અશ્વિને જણાવ્યું છે કે તે હવે શું કરવા જઈ રહ્યો છે. અશ્વિને પોતાના IPL કારકિર્દીમાં 5 ટીમો માટે યોગદાન આપ્યું છે. તેણે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં કુલ 221 મેચ રમી છે.

Advertisement

અશ્વિને પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું કે આ જીવનનો એક ખાસ દિવસ છે. એવું કહેવાય છે કે દરેક વસ્તુનો અંત એક નવી શરૂઆત લાવે છે. અને, મારી વાર્તામાં પણ કંઈક આવું જ છે. નિવૃત્તિ લેતી વખતે, અશ્વિને IPL, BCCI અને તે બધી ફ્રેન્ચાઇઝીઓનો આભાર માન્યો જેમના માટે તે રમ્યો હતો.

અશ્વિને IPLમાંથી નિવૃત્તિ કેમ લીધી?

Advertisement

હવે પ્રશ્ન એ છે કે અશ્વિને અચાનક IPLને અલવિદા કહેવાનું કેમ નક્કી કર્યું? તેથી તેણે નિવૃત્તિની જાહેરાત કરતા કહ્યું કે દરેક અંત એક નવી શરૂઆત લાવે છે. તેના નિર્ણયનું કારણ પણ આ જ વાતમાં છુપાયેલું છે. અશ્વિનીની નજર હવે અન્ય દેશોની T20 લીગ પર છે. તે તેમાં રમવા માંગે છે અને તેના માટે IPLમાંથી નિવૃત્તિ જરૂરી હતી.

અશ્વિનની IPL કારકિર્દી - 5 ટીમો, 221 મેચ

અશ્વિનની IPL કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણે 16 વર્ષમાં 5 ટીમો માટે યોગદાન આપ્યું છે. તેણે 2009 માં IPL ની બીજી સીઝનમાં ડેબ્યૂ કર્યું હતું. CSK થી શરૂ થયેલી આ સફર પછી CSK પર સમાપ્ત થઈ. અશ્વિન IPL 2025 માં CSK નો ભાગ પણ હતો. આ દરમિયાન, તેણે રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ, દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ માટે પણ મેચ રમી હતી.

અશ્વિને કુલ 221 IPL મેચ રમી છે, જેમાં 187 વિકેટ લેવા ઉપરાંત, તેણે 1 અડધી સદી સાથે 833 રન પણ બનાવ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement