રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અંડર-19 વર્લ્ડ કપમાં 16 ટીમો વચ્ચે જામશે જંગ, શેડ્યૂલ જાહેર

12:31 PM Dec 12, 2023 IST | Sejal barot
Advertisement

આગામી વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં રમાનારી ઈંઈઈ અંડર 19 પુરુષ વર્લ્ડકપનું શિડ્યૂલ જાહેર થઈગયું છે. અંડર 19માં કુલ 41 મેચ રમાશે જે સાઉથ આફ્રિકાની પાંચ મેદાન પર આયોજિત થશે. અંડર 19 વિશ્વકપ 2024ની શરુઆતી મેચ સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 19 જાન્યુઆરીએ રમાશે. ફાઈનલ મુકાબલો 11 ફેબ્રુઆરીએ બેનોનીમાં રમાશે.
ભારતીય ટીમને બાંગ્લાદેશ, આયરલેન્ડ અને યુએસની સાથે રાખવામાં આવ્યું છે. ભારતીય ટીમના ત્રણેય ગ્રૂપ મેચ બ્લોમફોન્ટેનમાં થશે. ભારતીય ટીમ પોતાની પહેલી ગ્રૂપ મેચ 20 જાન્યુઆરીએ બાંગ્લાદેશ વિરુદ્ધ રમશે. તો તેની બીજી મેચ 25 જાન્યુઆરી આયરલેન્ડ સામે થશે. ભારત તેની છેલ્લી ગ્રૂપ મેચ 28 જાન્યુઆરીએ ઞજઅ સામે રમશે.
અંડર 19 વર્લ્ડકપ 2024માં કુલ 16 ટીમ ભાગ લેશે અને આ વર્લ્ડકપ ત્રણ તબક્કામાં રમાશે. અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, ભારત, આયરલેન્ડ, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વેને વર્લ્ડકપ માટે ડાયરેક્ટ એન્ટ્રી મળી છે. જ્યારે અન્ય પાંચ ટીમનો નિર્ણય રિઝન ક્વોલિફાયર થકી થયો. રીઝનલ ક્વોલિફાયરથી નામીબિયા, ન્યૂઝીલેન્ડ, નેપાળ સ્કોટલેન્ડ અને યુએસએને એન્ટ્રી મળી છે.
ભારતીય ટીમ અંડર 19 વિશ્વકપના ઈતિહાસમાં સૌથી સફળ ટીમ છે. વર્ષ 2000, 2008, 2012, 2018 અને 2022માં ટીમ ઈન્ડિયાએ અંડર 19 વિશ્વકપ પર કબજો જમાવ્યો છે. આ ઉપરાંત ભારત વર્ષ 2016 અને 2020માં ઉપ વિજેતા રહ્યું છે. ભારતીય ટીમ હાલ અંડર 19 એશિયા કપ રમવા ઞઅઊ ગઈ છે. અંડર-19 એશિયા કપમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ ઉદય સહારન કરી રહ્યો છે. 18 વર્ષનો ઉદય સહારન રાજસ્થાનનો રહેવાસી છે અને તે ગત અંડર-19 વર્લ્ડકપ દરમિયાન સ્ટેન્ડબાય હતો. પસંદગીકર્તાએ અંડર 19 વર્લ્ડકપ માટે ત્રણ ખેલાડીઓને ટ્રાવેલિંગ સ્ટેન્ડબાય તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તો ચાર ખેલાડી રિઝર્વ રહેશે.

Advertisement

Tags :
announcedscheduleUnder-19 World Cup will be fought between 16 teams
Advertisement
Next Article
Advertisement