રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

18 જાન્યુઆરીથી અંડર-19 મહિલા T-20 વર્લ્ડકપ

12:15 PM Aug 19, 2024 IST | admin
Advertisement

16 ટીમો વચ્ચે ચાર ગ્રૂપમાં મલેશિયામાં રમાશે મેચ, ભારતનો પ્રથમ જંગ
19 જાન્યુઆરીના વેસ્ટ ઇન્ડિઝ સામે

Advertisement

અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપનું આયોજન આવતા વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં થવા જઈ રહ્યું છે. આ વખતે આ વર્લ્ડ કપ મલેશિયામાં રમાશે. આ વર્લ્ડ કપમાં કુલ 16 ટીમો ભાગ લેશે. વર્લ્ડ કપ 18 જાન્યુઆરીથી શરૂૂ થશે જ્યારે ફાઇનલ મેચ 2 ફેબ્રુઆરીએ રમાશે. ઈંઈઈ દ્વારા અંડર-19 મહિલા વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે આ ટૂર્નામેન્ટ મલેશિયાની યજમાનીમાં રમાશે.

18 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર આ વર્લ્ડ કપમાં કુલ 16 ટીમો ભાગ લેશે. ટૂર્નામેન્ટની શરૂૂઆત પહેલા તમામ ટીમો 13 થી 16 જાન્યુઆરી સુધી પ્રેક્ટિસ મેચ પણ રમશે. આ વખતે અંડર-19 મહિલા વર્લ્ડ કપની બીજી આવૃત્તિ હશે. ટીમ ઈન્ડિયાએ આ ટૂર્નામેન્ટની પ્રથમ આવૃત્તિનો ખિતાબ જીત્યો હતો. આ વખતે ભારતીય ટીમ 19 જાન્યુઆરીએ વેસ્ટ ઈન્ડિઝ સામે પોતાના અભિયાનની શરૂૂઆત કરશે. આ ટુર્નામેન્ટમાં કુલ 16 ટીમો ભાગ લઈ રહી છે, જેને દરેક 4 ના 4 ગ્રુપમાં વહેંચવામાં આવી છે.

Tags :
SportsSportsNEWST20worldcupUnder-19 Women's
Advertisement
Next Article
Advertisement