ભારત-ઓસ્ટ્રેલિયા ચોથી મેચ પહેલા બે સ્ટાર ખેલાડીઓ બહાર
ઓપનર ટ્રેવિસ હેડ અને બોલર સીન એબોટને રિલીઝ કરાયા
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 I શ્રેણી રમાઈ રહી છે. અત્યાર સુધી ત્રણ મેચ રમાઈ છે. ઓસ્ટ્રેલિયાએ બીજી મેચ જીતી હતી, જ્યારે ભારતે ત્રીજી મેચ જીતી હતી. પહેલી મેચ વરસાદને કારણે રદ થઈ હતી. ચોથી મેચ પહેલા ઓસ્ટ્રેલિયાએ પોતાની ટીમમાં ફેરફાર કર્યા છે, જેમાં બે ખેલાડીઓને રિલીઝ કરવામાં આવ્યા છે.
ઓસ્ટ્રેલિયાએ ઓપનર ટ્રેવિસ હેડ અને ફાસ્ટ બોલર સીન એબોટને રિલીઝ કર્યા છે. બંને ખેલાડીઓ એશિઝ શ્રેણીની તૈયારીઓને કારણે અંતિમ બે મેચ ગુમાવશે. અગાઉ જોશ હેઝલવુડને પણ એશિઝની તૈયારીઓને કારણે ત્રીજી મેચ પહેલા બહાર કરવામાં આવ્યો હતો. પહેલી એશિઝ મેચ 21 નવેમ્બરથી પર્થમાં રમાશે. હેડે ભારત સામે T20 I શ્રેણીમાં સારું પ્રદર્શન કર્યું નથી.
તેણે મેલબોર્નમાં બીજી ઝ20માં 28 રન બનાવ્યા અને હોબાર્ટમાં ત્રીજી ઝ20માં ફક્ત 6 રન બનાવ્યા. જોકે, તે ભારત સામે તેની ઉત્તમ બેટિંગ માટે જાણીતો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બાકીની બે મેચ મહત્વપૂર્ણ છે, કારણ કે તે નક્કી કરશે કે કઈ ટીમ શ્રેણી જીતે છે. ત્યારે ઓસ્ટ્રેલિયન ટીમમાં અનેક ફેરફારો કરવામાં આવ્યા છે, તો ભારતે પણ કુલદીપ યાદવને ભારત પરત મોકલ્યો છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આ મહિનાની 14મી તારીખથી બે ટેસ્ટ મેચની શ્રેણી રમાશે. આ પહેલા કુલદીપ યાદવ પ્રેક્ટિસ માટે ભારત અ માટે આગામી મેચ રમી શકે છે. ભારત દત દક્ષિણ આફ્રિકા શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની ટૂંક સમયમાં જાહેરાત થવાની છે.