ભારતના ચાર સ્પિનરો સામે સાઉથ આફ્રિકાના બે સ્પિનરો ભારી પડ્યા
બીજી ઈનિંગમાં ભારતના સાત બેટસમેન ડબલ ફિગર સુધી ન પહોંચી શક્યા
વિશ્વનો નંબર વન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા હોવા છતાં અને અન્ય ત્રણ ત્રણ સ્પિનર કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલ ની ઉપસ્થિતિમાં પણ સાઉથ આફ્રિકાની માત્ર બે સ્પિનરો દ્વારા ભારતના જ મેદાન પર ભારતને હંફાવી દઈને પ્રથમ ટેસ્ટ મેચ જીતી લીધી. મૂળ ભારતીય કેશવ મહારાજ અને હાર્મર ની કાતિલ સ્પિન બોલિંગ સામે ભારતના બેટ્સમેનોને ઘૂંટણિયે પાડી દીધા.
મેચ ફક્ત અઢી દિવસમાં જ પૂરી થઈ ગઈ. ચોથી ઇનિંગમાં ટીમ ઈન્ડિયાને 124 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો પરંતુ તેના જવાબમાં આખી ભારતીય ટીમ 93 રનમાં જ ઢળી પડી. ભારતની બીજી ઇનિંગમાં 7 બેટ્સમેન ડબલ ફિગર સુધી પહોંચી શક્યા નહોતા. આમાંથી 4 બેટ્સમેન તો પોતાનું ખાતું ખોલાવી શક્યા નહોતા. બીજા દિવસથી જ સ્પિન બોલરોએ મેચ પર પ્રભુત્વ મેળવવાનું શરૂૂ કર્યું હતું.
કોલકાતાની પિચ સામાન્ય રીતે ત્રીજા દિવસથી સ્પિનરોને મદદ કરવાનું શરૂૂ કરે છે પરંતુ આ વખતે સ્પિનરોએ બીજા દિવસે ઝડપથી વિકેટ લેવાનું શરૂૂ કર્યું. મેચમાં 8 વિકેટ લેનાર સિમોન હાર્મરનો અનુભવ દક્ષિણ આફ્રિકા માટે ખૂબ ઉપયોગી સાબિત થયો. હાર્મરે 1,000 થી વધુ ફર્સ્ટ-ક્લાસ વિકેટો લીધી છે. ભારતે તેને નજરઅંદાઝ કરવાની ભૂલ કરી અને હારનો સામનો કરવો પડ્યો.