એશિયા કપની ભારત-પાકિસ્તાન મેચની ટિકિટનો ભાવ 15 લાખ!
14 સપ્ટેમ્બરે હાઇવોલ્ટેજ જંગ માટે કાળાબજારમાં ટિકિટ વેચવાનું ચાલુ, સત્તાવાર વેચાણ હવે ચાલુ થશે
એશિયા કપ 2025 માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઇ-વોલ્ટેજ મેચ 14 સપ્ટેમ્બરે દુબઈમાં રમાશે. જોકે કેટલાક ચાહકો આ મેચનો બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યા છે, પરંતુ ટિકિટની માંગ આસમાને પહોંચી રહી છે. સત્તાવાર ટિકિટનું વેચાણ હજુ શરૂૂ પણ થયું નથી, છતાં કાળા બજારમાં ટિકિટની કિંમત 15.75 લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં, આયોજકોએ ચેતવણી આપી છે કે ચાહકોએ ફક્ત સત્તાવાર વેબસાઇટ પરથી જ ટિકિટ ખરીદવી જોઈએ અને છેતરપિંડીથી બચવું જોઈએ.
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને ત્યારબાદ ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે આ પહેલી મેચ હશે. બંને દેશો વચ્ચેના તણાવને કારણે, કેટલાક ચાહકો આ મેચનો બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યા છે, પરંતુ તેમ છતાં મેચની ટિકિટની કિંમત આસમાને પહોંચી રહી છે. અહેવાલો અનુસાર, કાળા બજારમાં ભારત-પાકિસ્તાન મેચની ટિકિટની કિંમત 15 લાખથી વધુ છે.
જોકે, આશ્ચર્યજનક વાત એ છે કે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) એ હજુ સુધી સત્તાવાર રીતે ટિકિટનું વેચાણ શરૂૂ કર્યું નથી. આ હોવા છતાં, ઘણી થર્ડ પાર્ટી વેબસાઇટ્સે ટિકિટ વેચવાનું શરૂૂ કરી દીધું છે. આમાંની કેટલીક સાઇટ્સ પર, ટિકિટની કિંમત 26,256 રૂપિયા (AED 1100) થી 15.75 લાખ રૂૂપિયા (AED 66,000) સુધીની છે. અધિકારીઓએ ચાહકોને ચેતવણી આપી છે કે તેઓ આ નકલી સાઇટ્સ પરથી ટિકિટ ન ખરીદે.
એશિયન ક્રિકેટ કાઉન્સિલે ચાહકોને ચેતવણી આપી છે કે તેઓ આ નકલી વેબસાઇટ્સ પરથી ટિકિટ ન ખરીદે. ECBના ચીફ ઓપરેટિંગ ઓફિસર સુભાન અહેમદે જણાવ્યું હતું કે, એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) અને ECBએ સોશિયલ મીડિયા પર ચેતવણી જારી કરવી પડી હતી, જેમાં ચાહકોને વેચાણ શરૂૂ થાય ત્યારે ફક્ત સત્તાવાર વેબસાઇટ પરથી જ ટિકિટ ખરીદવાની સલાહ આપવામાં આવી હતી.
અહેવાલો અનુસાર, ટિકિટનું વેચાણ આગામી બે દિવસમાં શરૂ થવાની ધારણા છે. તમને જણાવી દઈએ કે, પહેલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ખુબ વધી ગયો છે.