ત્રણ વખત ચેમ્પિયન, ભારતનો રેકોર્ડ
ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં ટીમ ઈન્ડિયા 2 વર્લ્ડ કપ, 2 ટી-20 વર્લ્ડકપ અને હવે ત્રીજીવાર ચેમ્પિયન ટ્રોફી જીતવાનો વિક્રમ
ભારતે રવિવારે ન્યુઝીલેન્ડને ચાર વિકેટથી હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતી લીધી હતી. આ જીત સાથે, ભારતીય ટીમે તેનું સાતમું ICC ટાઇટલ જીત્યું અને આઠ ટીમોની આ ટુર્નામેન્ટમાં તેની ત્રીજી જીત નોંધાવી. ભારત લાંબા સમયથી વિશ્વ ક્રિકેટમાં પ્રીમિયર ટીમોમાંથી એક છે અને સતત નોકઆઉટ તબક્કામાં પહોંચ્યું છે. ભારતીય ટીમ 2003 અને 2023 ODI વર્લ્ડ કપ, 2017 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2019-21 અને 2021-23 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી છે.
જો આપણે કુલ ICC ખિતાબ વિશે વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા સૌથી સફળ ટીમ રહી છે,જેણે છ વખત ODI વર્લ્ડ કપ (1987, 1999, 2003, 2007, 2015, 2023), ઝ20 વર્લ્ડ કપ એક વખત (2021), ચેમ્પિયન્સ ટ્રોફી બે વખત (2006, 2009) અને એક વખત ટેસ્ટ ચેમ્પિયનશિપ (2009) અને 2 વખત વર્લ્ડ કપ જીત્યો છે. આનાથી તેની કુલ ICC ટ્રોફીની સંખ્યા 10 થઈ ગઈ છે.
1983માં કપિલ દેવના નેતૃત્વ હેઠળ, ભારતે પ્રથમ વખત ICC ટુર્નામેન્ટ જીતી અને વેસ્ટ ઈન્ડિઝને હરાવીને ક્રિકેટ ઈતિહાસમાં નવો અધ્યાય લખ્યો.
2002માં સૌરવ ગાંગુલીની આગેવાની હેઠળ ભારતે શાનદાર પ્રદર્શન કર્યું, પરંતુ સતત વરસાદને કારણે ફાઈનલ શ્રીલંકા સાથે શેર કરવી પડી અને બંને ટીમોએ ટ્રોફી વહેંચવી પડી.
2007માં મહેન્દ્ર સિંહ ધોનીની યુવા કેપ્ટનશીપ હેઠળ, ભારતે પ્રથમ ઝ20 વર્લ્ડ કપ જીત્યો અને પાકિસ્તાનને રોમાંચક મેચમાં હરાવ્યું.2011માં ધોનીના નેતૃત્વમાં ભારતે શ્રીલંકાને હરાવીને 28 વર્ષ બાદ બીજો ODI વર્લ્ડ કપ જીત્યો. આ જીતમાં ટીમનું સચિન તેંડુલકર પ્રત્યેનું સમર્પણ દેખાઈ રહ્યું હતું.
2013માં ધોનીના નેતૃત્વમાં ભારતે ઈંગ્લેન્ડને પાંચ રનથી હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.2024માં ભારતે વિરાટ કોહલી અને રોહિત શર્માની ઝ20 કારકિર્દીના છેલ્લા તબક્કામાં દક્ષિણ આફ્રિકાને હરાવીને તેનો બીજો ઝ20 વર્લ્ડ કપ જીત્યો અને ગઈકાલે ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને ચાર વિકેટથી હરાવીને સાતમું ICC ટાઇટલ જીત્યું, જેણે વિશ્વ ક્રિકેટમાં તેમનું વર્ચસ્વ વધુ મજબૂત કર્યું.
ખાસ વાત એ છે કે ભારતીય ટીમે અજેય રહીને આ ખિતાબ જીત્યો છે. ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી એક પણ મેચ હારી નથી. આ અંતિમ જીત સાથે ટીમ ઈન્ડિયાએ વધુ એક ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. ફાઈનલ જીતીને ટીમ ઈન્ડિયાએ સૌથી વધુ 3 વખત આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફીની 9મી સિઝન રમાઈ હતી. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને પાછળ છોડી દીધું છે જેણે બે વખત ખિતાબ જીત્યો છે.