For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાલે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે લોડર્સના મેદાનમાં ત્રીજી ટેસ્ટ

10:50 AM Jul 09, 2025 IST | Bhumika
કાલે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે લોડર્સના મેદાનમાં ત્રીજી ટેસ્ટ

ભારતે આ મેદાનમાં 19માંથી માત્ર ત્રણ મેચ જ જીતી છે, બુમરાહ-સિરાજનો જાદુ ફરી ચાલશે?

Advertisement

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની તેંડુલકર-એન્ડરસન ટ્રોફીની બીજી મેચ જીતીને ટીમ ઇન્ડિયાએ સિરીઝને રોમાંચક બનાવી દીધી છે. હવે આ સિરીઝની ત્રીજી મેચ 10 જુલાઈથી ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે, જ્યાં ટીમ ઇન્ડિયાએ છેલ્લી વખત ઇંગ્લેન્ડને હરાવ્યું હતું. આ મેચમાં ટીમ ઇન્ડિયાના પ્લેઇંગ 11 માં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનું પુનરાગમન નિશ્ચિત માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, ઇંગ્લેન્ડના બેટ્સમેન માટે લોર્ડ્સ પીચ પર મોહમ્મદ સિરાજ અને બુમરાહ બંનેનો સામનો કરવો સરળ નહીં હોય.

જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજને અત્યાર સુધી લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર 1-1 ટેસ્ટ મેચ રમવાની તક મળી છે. જો આપણે આમાં બુમરાહના રેકોર્ડ પર નજર કરીએ તો, તેણે 2 ઇનિંગ્સમાં બોલિંગ કરતી વખતે 37.33 ની સરેરાશથી કુલ 3 વિકેટ લીધી છે. બીજી તરફ, મોહમ્મદ સિરાજનો રેકોર્ડ થોડો સારો જોવા મળે છે. સિરાજે 2 ઇનિંગ્સમાં બોલિંગ કરતી વખતે 15.75 ની સરેરાશથી 8 વિકેટ લીધી છે, જેમાં લોર્ડ્સના મેદાન પર તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 32 રનમાં 4 વિકેટ છે. મોહમ્મદ સિરાજ વર્તમાન સિરીઝની પહેલી મેચમાં બોલ સાથે કોઈ ખાસ સિદ્ધિ બતાવી શક્યો ન હતો, પરંતુ એજબેસ્ટન ટેસ્ટમાં તેણે પોતાના ફોર્મમાં શાનદાર વાપસી કરી અને કુલ 7 વિકેટ લીધી હતી.

Advertisement

બુમરાહ અને સિરાજ સિવાય, આકાશ દીપ લોર્ડ્સ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયા માટે ત્રીજા ફાસ્ટ બોલર તરીકે રમવાનું લગભગ નક્કી છે. એજબેસ્ટન ટેસ્ટમાં આકાશનું પ્રદર્શન ખૂબ સારું રહ્યું હતું, જેમાં તે કુલ 10 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. આવી સ્થિતિમાં, બધાની નજર એ પણ રહેશે કે આકાશ દીપ લોર્ડ્સમાં બોલ સાથે કેવું પ્રદર્શન કરે છે. અત્યાર સુધીમાં ટીમ ઈન્ડિયાએ લોર્ડ્સમાં કુલ 19 ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી તે ફક્ત ત્રણ જ જીતી શક્યું છે, જ્યારે 12 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે 4 મેચ ડ્રો રહી છે.
આ દરમિયાન, જો આપણે ઈંગ્લેન્ડની વાત કરીએ, તો સ્પષ્ટ છે કે ઈંગ્લેન્ડની ટીમે અહીં વધુ મેચ રમી છે. ઈંગ્લેન્ડે અત્યાર સુધીમાં લોર્ડ્સમાં 145 મેચ રમી છે અને તેમાંથી 59 જીતી છે અને 35 હારનો સામનો કરવો પડ્યો છે. અહીં 51 મેચ ડ્રો રહી છે.

લોર્ડ્સ ટેસ્ટ પહેલાં પીચ પોલિટિક્સ શરૂ
ઈંગ્લેન્ડે લોર્ડ્સ ટેસ્ટ પહેલા પીચ પોલિટિક્સ શરૂૂ કરી દીધી છે. બર્મિંગહામમાં હાર બાદ સ્ટોક્સે કહ્યું હતું કે ત્યાંની પિચ ભારતીય બેટ્સમેનોને વધુ મદદરૂૂપ હતી. તેમનું માનવું હતું કે ત્યાંની પિચ એશિયન ટીમોને વધુ ટેકો આપતી હતી. ઈંગ્લેન્ડના કોચ અને બેજબોલ માસ્ટર બ્રેન્ડન મેક્કુલમે ખઈઈના ચીફ ગ્રાઉન્ડ્સમેન કાર્લ મેકડર્મોટને થોડી વધુ ગતિ, થોડો વધુ ઉછાળ અને કદાચ થોડી ગતિવાળી પિચ માટે કહ્યું છે. તેમણે ગયા મહિને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાંથી પ્રેરણા લીધી છે. આર્ચરે બીજી ટેસ્ટ પહેલા ઇંગ્લેન્ડ સાથે પ્રેક્ટિસ કરી, ગયા મહિને સસેક્સ સાથે કાઉન્ટી મેચ રમ્યા પછી પ્રેક્ટિસ પીચ પર સતત બોલિંગ કરીને પોતાનો વર્કલોડ વધાર્યો. મેક્કુલમે કહ્યું, તે ચોક્કસપણે પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. જોફ્રા આર્ચર ફિટ અને મજબૂત દેખાઈ રહ્યો છે. તે રમવા માટે તૈયાર દેખાય છે અને તે ટીમમાં આવશે. તે ખૂબ જ રોમાંચક છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement