વિરાટ કોહલી- રોહિત શર્મા આગામી વર્લ્ડ કપમાં રમશે તેની કોઇ ગેરંટી નથી: એબી ડિવિલિયર્સ
રોહિત-વિરાટનો ટીમમાં સમાવેશથી ગિલને ફાયદો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની શરૂૂઆત 19 ઓક્ટોબરથી થશે. 4 ઓક્ટોબરના રોજ BCCIના ચીફ સિલેક્ટર અજિત અગરકરે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. લાંબા સમયથી ટીમની બહાર રહેલા રોહિત શર્મા અને વિરાટ કોહલી ભારતીય ટીમમાં પાછા ફર્યા છે. અજિત અગરકરે આગામી સિરીઝ માટે રોહિત શર્માની જગ્યાએ શુભમન ગિલને ટીમનો કેપ્ટન બનાવ્યો છે. ત્યારબાદ આ વિવાદ સતત ચાલુ છે. તેમના આ નિર્ણયથી ક્રિકેટ ફેન્સ ચોંકી ગયા છે.
હવે આ મામલે દક્ષિણ આફ્રિકાના વિસ્ફોટક બેટ્સમેન એબી ડી વિલિયર્સનું નિવેદન સામે આવ્યું છે.વિરાટ કોહલીના ખાસ મિત્ર અને RCB માટે લાંબા સમય સુધી રમનાર એબી ડી વિલિયર્સે BCCIના નિર્ણયને સમર્થન આપ્યું છે. ડી વિલિયર્સે આ મામલે કહ્યું કે, તેની કોઈ ગેરંટી નથી કે બન્ને આગામી ODI વર્લ્ડ કપ સુધી ટીમનો ભાગ રહેશે.
આ ત્યારે સ્પષ્ટ થઈ ગયું હતું, જ્યારે તેમણે ગિલને ટીમનો કેપ્ટન બનાવ્યો. તે એક યુવાન ખેલાડી છે અને ખૂબ જ શાનદાર ફોર્મમાં છે. આટલું જ નહીં, તે એક શાનદાર લીડર પણ છે.
તેમણે વધુમાં કહ્યું કે, મને લાગે છે કે આ એકદમ યોગ્ય નિર્ણય હતો. રોહિત અને વિરાટ બન્ને આ ફોર્મેટમાં એક શાનદાર ખેલાડીઓ રહ્યા છે. શુભમન ગિલને અત્યાર સુધીના સૌથી અનુભવી ખેલાડીઓ સાથે રમવાની તક મળશે. ગિલ માટે આ બે દિગ્ગજ ખેલાડીઓની સાથે રહેવું મોટી વાત છે. આનાથી તેને મેચમાં ઘણી મદદ મળશે.