For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

WTC ફાઇનલ જીતનાર ટીમને મળશે 31 કરોડ, હારનારને 18.5 કરોડ

10:49 AM May 16, 2025 IST | Bhumika
wtc ફાઇનલ જીતનાર ટીમને મળશે 31 કરોડ  હારનારને 18 5 કરોડ

11 જૂને લોડ્ર્સના મેદાનમાં ઓસ્ટ્રેલિયા અને દ.આફ્રિકા વચ્ચે ફાઇનલનો મુકાબલો

Advertisement

WTC ફાઈનલ 11 જૂને લોર્ડ્સમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. આ વખતે ICC WTC ફાઈનલમાં પહોંચનારી ટીમોને રેકોર્ડ રકમ આપવા જઈ રહી છે. ખાસ વાત એ છે કે આ વખતે ફાઈનલમાં પહોંચનારી ટીમો જ નહીં, પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લેનારી બધી ટીમો પર પણ પૈસાનો વરસાદ થશે. આ વખતે WTC ટાઈટલ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે થશે, જે પહેલીવાર આ ટુર્નામેન્ટની ફાઈનલમાં પહોંચ્યું છે. આ મેચ 11 થી 15 જૂન સુધી ચાલશે, જ્યારે 16 જૂન રિઝર્વ ડે રહેશે. ગયા વખતે ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને ખિતાબ જીત્યો હતો અને મોટી ઈનામી રકમ મેળવી હતી, પરંતુ આ વખતે તેને તેની અગાઉની જીત કરતા બમણાથી વધુ રકમ મળશે.

Advertisement

ICC ચેરમેન જય શાહે ગુરુવારે આ જાહેરાત કરી અને કહ્યું કે આ વખતે વિજેતા અને ઉપવિજેતા વચ્ચે કુલ 5.76 મિલિયન યુએસ ડોલર એટલે કે લગભગ 49 કરોડ રૂૂપિયાનું વિતરણ કરવામાં આવશે.

WTC ફાઈનલ જીતનાર ટીમને 3.6 મિલિયન યુએસ ડોલર એટલે કે 31 કરોડ રૂૂપિયા મળશે. આ અગાઉની બે ફાઈનલ (2021 અને 2023) કરતા 20 લાખ વધુ છે. અગાઉ, ઈનામની રકમ 1.6 મિલિયન હતી. ફાઈનલમાં હારનારી ટીમને 2.16 મિલિયન યુએસ ડોલર એટલે કે લગભગ 18.5 કરોડ રૂૂપિયા મળશે. આ રકમ ગયા વખતની ફાઈનળ કરતા લગભગ ત્રણ ઘણી વધારે છે. અગાઉ, બંને ફાઈનલમાં હારી ગયેલી ભારતીય ટીમને 8 લાખ ડોલર આપવામાં આવ્યા હતા. આ જાહેરાત કરતા જય શાહે સોશિયલ મીડિયા પર લખ્યુ આ ઈનામી રકમ ઈંઈઈનો ટેસ્ટ ક્રિકેટ અને 9 ટીમોની શ્રેષ્ઠ રમતને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ છે.

જય શાહે વધુમાં કહ્યું, મને ખાતરી છે કે લોર્ડ્સના દર્શકો તેમજ વિશ્વભરમાંથી આવતા ચાહકોને ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે એક શાનદાર WTC ફાઈનલ મેચ જોવા મળશે WTC ફાઈનલમાં રમી રહેલી બે ટીમો ઉપરાંત, પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને રહેલી ભારતીય ટીમને પણ ઘણા પૈસા મળશે. ભારતીય ટીમને 1.44 મિલિયન યુએસ ડોલર એટલે કે લગભગ 12 કરોડ રૂૂપિયા મળશે. જ્યારે ચોથા સ્થાને રહેલી ન્યુઝીલેન્ડની ટીમને 1.20 મિલિયન યુએસ ડોલરની ઈનામી રકમ મળશે આ ઉપરાંત, ઈંગ્લેન્ડને 960,000 યુએસ ડોલર, શ્રીલંકાને 840,000 યુએસ ડોલર, બાંગ્લાદેશને 720,000 યુએસ ડોલર, વેસ્ટ ઈન્ડિઝને 600,000 યુએસ ડોલર અને પાકિસ્તાનને 480,000 યુએસ ડોલરની ઈનામી રકમ મળશે .

Advertisement
Tags :
Advertisement
Advertisement