સમગ્ર દેશને તમારી જીત પર ગર્વ, હોકી ટીમને અભિનંદન પાઠવતા મોદી
01:21 PM Aug 09, 2024 IST | Bhumika
Advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય હોકી ટીમના ખેલાડીઓ સાથે ફોન પર વાત કરી અને બ્રોન્ઝ મેડલ જીતવા બદલ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા. પીએમ મોદીએ પીઆર શ્રીજેશ સાથે પણ વાત કરી અને સફળ કારકિર્દી બાદ નિવૃત્તિ લેવા બદલ અભિનંદન આપતાં જણાવ્યું હતું કે સમગ્ર ટીમની મહેનત ફરી એકવાર રંગ લાવી છે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભારતીય ટીમના ગોલકીપર પીઆર શ્રીજેશ સાથે ખાસ વાત કરી હતી. તેણે એ પણ વિનંતી કરી કે ભલે શ્રીજશે નિવૃત્તિ લઈ લીધી હોય, પરંતુ તેણે ભવિષ્ય માટે નવી ટીમ ઈન્ડિયા તૈયાર કરવી પડશે.
પીએમ મોદીએ ટીમ ઈન્ડિયાના વખાણ કરતા કહ્યું કે સેમીફાઈનલમાં મળેલી હારને માત્ર 24 કલાકમાં ભૂલી જવું અને બ્રોન્ઝ મેડલ જીતવો એ પોતાનામાં એક ખાસ ઉપલબ્ધિ છે. સમગ્ર દેશને આ જીત પર ગર્વ છે. તેણે તમામ ખેલાડીઓની તબિયત અને કોઈ ખેલાડીને ઈજા થઈ છે કે કેમ તે વિશે પણ પૂછ્યું,
Advertisement
Advertisement