For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

2023માં બંધ થયેલી સુપર ODI લીગ ફરી શરૂ થશે

10:34 AM Nov 12, 2025 IST | admin
2023માં બંધ થયેલી સુપર odi લીગ ફરી શરૂ થશે

2028માં ફરી શરૂ થવાની ધારણા, ICCને જાણ કરવામાં આવી

Advertisement

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ ODI સુપર લીગને પુનજીર્વિત કરવાની યોજના બનાવી રહી છે. આ 13 ટીમોની લીગ ધીમે ધીમે ઘટતા 50-ઓવરના ફોર્મેટને સુધારવા માટે શરૂૂ કરવામાં આવી હતી. આ લીગ 2028 માં ફરી શરૂૂ થવાની ધારણા છે. જોકે, આ વખતે ભાગ લેનારી ટીમોની સંખ્યા હજુ સ્પષ્ટ નથી. ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ બેટ્સમેન રોજર ટોવસેના નેતૃત્વ હેઠળના એક જૂથે ICC બોર્ડ અને ચીફ એક્ઝિક્યુટિવ્સ કમિટીને આ પ્રસ્તાવની જાણ કરી છે.

Advertisement

ODI સુપર લીગ દર બે વર્ષે યોજાય છે અને તેનો હેતુ 50 ઓવરની મેચોનું મહત્વ વધારવાનો છે. તેની પ્રથમ આવૃત્તિમાં, સુપર લીગે 2023 વર્લ્ડ કપમાં ભાગ લેતી ટીમો નક્કી કરવામાં મદદ કરી. સુપર લીગમાં દરેક ટીમ અન્ય આઠ ટીમો સામે ત્રણ ODI રમે છે, જેમાંથી ચાર ઘરઆંગણે અને ચાર વિદેશમાં. આનો અર્થ એ થયો કે દરેક ટીમ આગામી વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થવાની તક મેળવવા માટે કુલ 24 ODI રમશે. લીગની છેલ્લી આવૃત્તિમાં 13 ટીમો હતી.

આ લીગનો બીજો ફાયદો એ છે કે રેન્કિંગમાં ટોપ 10 થી બહારની ટીમોને ટોપની ટીમો સામે વધુ ODI મેચ રમવાની તક મળશે, જેનાથી તેમને તેમનું સ્તર સુધારવામાં મદદ મળશે. વધુમાં, ટીમો સુપર લીગની બહાર એકબીજા સામે ODI મેચ પણ રમશે. કેટલાક કિસ્સાઓમાં, તેઓ શ્રેણીમાં ચાર કે પાંચ મેચ રમી શકે છે, પરંતુ સુપર લીગ પોઈન્ટમાં ફક્ત ત્રણ મેચ જ ગણાશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement