For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોલ્ડ મેડલ વિજેતા નવદીપની ઇચ્છા પૂર્ણ કરવા જમીન પર બેઠા વડાપ્રધાન

02:19 PM Sep 13, 2024 IST | admin
ગોલ્ડ મેડલ વિજેતા નવદીપની ઇચ્છા પૂર્ણ કરવા જમીન પર બેઠા વડાપ્રધાન

પેરિસ પેરાલિમ્પિકના ખેલાડીઓ સાથે વડાપ્રધાનની મુલાકાત

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે પેરિસ પેરાલિમ્પિક્સમાં મેડલ જીતનારા પેરા એથ્લેટ્સ સાથે મુલાકાત કરી અને ચર્ચા કરી. આ દરમિયાન ભાલા ફેંક ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર નવદીપ સિંહ મોદીને કેપ ગિફ્ટ કરવા માંગતા હતા, જેને માન આપીને તેઓ જમીન પર બેસી ગયા. વાસ્તવમાં, નવદીપ પોતે વડાપ્રધાનને ટોપી આપવા માંગતા હતા, તેથી મોદીએ જમીન પર બેસીને નવદીપની ઇચ્છા પૂરી કરી. પીએમના આ વર્તનનું ત્યાં હાજર તમામ લોકોએ તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત કર્યું હતું.

એફ41 કેટેગરીમાં નવદીપ 47.32 મીટરના તેના શ્રેષ્ઠ પ્રયાસ સાથે બીજા ક્રમે હતો, પરંતુ ઈરાનના બેત સયાહ સાદેધને ગેરલાયક ઠેરવ્યા બાદ તેનો સિલ્વર મેડલ ગોલ્ડમાં ફેરવાઈ ગયો હતો. મીટિંગ દરમિયાન નવદીપે પોતાના ડાબા ખભા પર પીએમના હસ્તાક્ષર પણ લીધા હતા. જ્યારે વડાપ્રધાન તેમના જમણા હાથ પર સહી કરવા ગયા ત્યારે નવદીપે તેમને કહ્યું કે આ મારો થ્રોઈંગ આર્મ છે, તેથી મારે અહીં તમારી સહી જોઈએ છે. તેના પર વડાપ્રધાને કહ્યું કે નવદીપ, તમે પણ મારી જેમ ડાબા હાથ જ કામ કરો છો.

Advertisement

ગોલ્ડ મેડલ જીત્યા બાદ નવદીપનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો જેમાં તે થ્રો કર્યા બાદ અતિ ઉત્હાલમાં ગાળો બોલતા જોવા મળ્યો હતો.આ વીડિયોના સંદર્ભમાં મોદીએ નવદીપને કહ્યું, તમે તમારો વીડિયો જોયો. લોકો શું કહે છે, બધા ડરે છે. તમે આટલા ગુસ્સે કેમ હતા? જેના પર નવદીપે કહ્યું, પસર, હું ગત વખતે ચોથા ક્રમે ઉભો હતો, આ વખતે મેં તમને વચન આપ્યું હતું તેથી હું થોડો ભ્રમિત થઈ ગયો. પીએમે પૂછ્યું, પઆના પર અન્ય લોકો શું કહે છે?થ નવદીપે કહ્યું, પદરેક વ્યક્તિ સારું કહે છે કારણ કે દેશને ગૌરવ અપાવ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement