બુધવારથી પેરાલિમ્પિક્સનો પ્રારંભ, 22 રમતોમાં 4400 એથ્લેટ કૌવત દર્શાવશે
12 રમતોમાં ભારતના 84 ખેલાડીઓ મેડલ મેળવવા મેદાનમાં ઉતરશે
પેરિસ ઓલિમ્પિક 2024 બાદ હવે પેરિસ પેરાલિમ્પિક્સ 2024નું આયોજન થવા જઈ રહ્યું છે. આ ગેમ્સ ટૂંક સમયમાં પેરિસમાં શરૂૂ થશે. પેરિસ ઓલિમ્પિક 2024માં લગભગ 4,400 એથ્લેટ 22 રમતોમાં ભાગ લઈ રહ્યા છે. પેરાલિમ્પિક્સ 28 ઓગસ્ટથી શરૂૂ થશે અને 8 સપ્ટેમ્બર સુધી ચાલશે. પેરિસ ઓલિમ્પિક 2024માં 84 ભારતીય એથ્લેટ મેડલ માટે પ્રયત્ન કરશે.
ભારતીય ખેલાડીઓ 12 રમતોમાં ભાગ લેશે. ભારતે ટોક્યો પેરાલિમ્પિક્સમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને 19 મેડલ જીત્યા હતા. જેમાં 5 ગોલ્ડ મેડલનો પણ સમાવેશ થાય છે. પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતીય ટુકડી સરળતાથી બે આંકડાનો આંકડો પાર કરી શકે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે આપણે ભારતમાં ક્યારે, ક્યાં અને કેવી રીતે પેરિસ પેરાલિમ્પિક્સ 2024 જોઈ શકીએ છીએ.
પેરિસ પેરાલિમ્પિક્સ 2024 પેરિસ શહેરની આસપાસ યોજાશે. 22 સ્પોર્ટિંગ ઈવેન્ટ્સ હશે જે 18 અલગ-અલગ સ્થળોએ યોજાશે. પેરિસમાં 11 દિવસના સમયગાળામાં 4,400થી વધુ એથ્લેટ્સ 549 ઇવેન્ટ્સમાં ભાગ લેશે. ઉદ્ઘાટન સમારોહ 28 ઓગસ્ટના રોજ પ્લેસ ડે લા કોનકોર્ડ અને ચેમ્પ્સ-એલિસીસ ખાતે યોજાશે. સમાપન સમારોહ 8 સપ્ટેમ્બરે યોજાશે.
ભારતીય ચાહકો ડીડી સ્પોર્ટ્સ પર પેરિસ પેરાલિમ્પિક્સ 2024નું લાઈવ ટેલિકાસ્ટ ફ્રીમાં જોઈ શકે છે. આ ઉપરાંત, તમે પેરાલિમ્પિક યુટ્યુબ ચેનલ અથવા આંતરરાષ્ટ્રીય પેરાલિમ્પિક સમિતિની વેબસાઇટ પર લાઇવ એક્શન પણ જોઈ શકો છો. આ ઉપરાંત જીઓ સીનેમા એપ અને વેબસાઇટ પર ભારતમાં પેરિસ પેરાલિમ્પિક્સ 2024નું લાઇવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો.