ચિરાગ-સાત્વિકની જોડી ઓલિમ્પિક ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય જોડી
ટોચનું સ્થાન મેળવવા અરદિયંતો-આલ્ફિયન સાથે ટકરાશે
ભારતીય બેડમિન્ટનની જોડીએ પેરિસ ઓલમ્પિકમાં ઇતિહાસ રચી દીધો છે. મેડલના દાવેદાર સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ સોમવારે એક મેચ રહેતા પેરિસ ઓલમ્પિકના બેડમિન્ટન પુરુષ જોડી ક્વોર્ટર ફાઇનામ માટે ક્વોલિફાઈ કરી લીધું છે. ડેબ્યુ કરી રહેલા લક્ષ્ય સેને ધીમી શરૂઆતથી બહાર આવી પુરુષ સિંગલના ગૃપ એલમાં બેલ્જીયમના જુલિયન કેરેગીને સીધો હરાવ્યો.
અશ્વિની પોનપ્પા અને તનિષા ક્રાસ્ટોની મહિલા જોડી જો કે સતત બીજી હાર પછી સ્પર્ધામાંથી બહાર થવા પર છે. સાત્વિક અને ચિરાગની વિશ્વની ત્રીજા નંબરની ભારતીય જોડીએ સોમવારે ગ્રુપ સીની પોતાની બીજી મેચમાં માર્ક લેમ્સફસ અને માર્વિન સીડેલની જર્મની જોડી સામે હતા. લેમ્સફસ ઈજાગ્રસ્ત હોવાથી મેચ રદ કરવી પડી.
ગ્રુપ સ્ટેજ માટે બીડબલ્યુએફ સ્પર્ધાના નિયમો અનુસાર, લેમ્સફસ અને સીડેલ સાથે સંકળાયેલી તમામ મેચો જે રમાઈ છે અથવા રમવાની બાકી છે. તેમના પરિણામો ‘ડીલીટ’ ગણવામાં આવશે. જર્મન જોડી સામે રમાયેલી મેચમાંથી કોઈ પોઈન્ટ ગણવામાં આવશે નહીં. પરિણામે હવે મેન્સ ડબલ્સમાં ગ્રુપ સીમાં માત્ર ત્રણ જ જોડી હશે. ભારતીય જોડી સિવાય ફ્રાન્સના લુકાસ કોર્વી અને રોનાન લેબર અને ઇન્ડોનેશિયાના મુહમ્મદ રિયાન આર્ડિયાન્ટો અને ફજર અલ્ફિઆન અન્ય બે જોડી છે.
એશિયન ગેમ્સના ચેમ્પિયન સાત્વિક-ચિરાગ અને ઈન્ડોનેશિયાની જોડીએ એક-એક મેચ જીતી છે. બંને જોડીએ કોરવી અને લબાર સામે જીત નોંધાવી છે જેઓ બે હાર બાદ બહાર થઇ ગયા છે. ચાર ગ્રૂપમાંથી બે-બે ટીમો ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલિફાય થશે, આથી સાત્વિક-ચિરાગ અને આર્દિયાન્ટો-આલ્ફિયનની જોડી ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. મંગળવારના રોજ સાત્વિક-ચિરાગની જોડી અરદિયંતો-આલ્ફિયન જોડીનો સામનો કરશે અને નક્કી કરશે કે ગ્રુપમાં કોણ ટોચનું સ્થાન મેળવશે.
સાત્વિક-ચિરાગની જેમ, લક્ષ્યના ગ્રુપમાંથી ગ્વાટેમાલાના ખેલાડી કેવિન કોર્ડનના તમામ પરિણામો ‘ડિલીટ’ કરવામાં આવ્યા હતા કારણ કે તે કોણીની ઈજાને કારણે સ્પર્ધામાંથી ખસી ગયો હતો. લક્ષ્યે રવિવારે કેવિન કોર્ડનને હરાવ્યો હતો. હવે ગ્રુપ કમાં માત્ર ત્રણ ખેલાડીઓ જ પડકાર ફેંકવા માટે બાકી છે જ્યારે અગાઉ ચાર ખેલાડીઓ પોતાનો દાવો રજૂ કરતા હતા.