WPL-2026નું મેગા ઓકશન તા.27 નવેમ્બરે દિલ્હીમાં યોજાશે
મહિલા પ્રીમિયર લીગ (WPL) મેગા ઓક્શનની તારીખ નક્કી થઈ ગઈ છે. WPL 2026 માટે મેગા ઓક્શનનું આયોજન નવી દિલ્હીમાં 27 નવેમ્બરના રોજ કરવામાં આવશે. ટુર્નામેન્ટની ગવર્નિંગ કાઉન્સિલ મેગા ઓક્શનના એક દિવસ પહેલા એટલે કે 26 નવેમ્બરના રોજ બેઠક કરશે, જેથી WPLની આગામી સિઝન માટે સ્થળ અને શેડ્યૂલ જેવા તમામ વિગતોને અંતિમ સ્વરૂૂપ આપી શકાય.
આ મેગા નીલામીમાં ટીમોએ કુલ 73 જગ્યાઓ ભરવાની છે, જેમાં 23 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. યુપી વોરિયર્સની ટીમ સૌથી મોટા પર્સ સાથે ઉતરશે. ફ્રેન્ચાઇઝી પાસે ખેલાડીઓ પર ખર્ચ કરવા માટે કુલ 41.1 કરોડ રૂૂપિયા ઉપલબ્ધ છે.
દીપ્તિ શર્મા સહિત અનેક દિગ્ગજ ખેલાડીઓ આ મેગા ઓક્શનમાં ઉતરશે. દીપ્તિ અને વોલવાર્ડ પર મોટો દાવ લાગી શકે છે. નોંધનીય છે કે WPL રિટેન્શન 2026 અંતર્ગત UPW દ્વારા દીપ્તિને અને DC દ્વારા મેગ લેનિંગને રિલીઝ કરવામાં આવ્યા હતા.
WPL 2026ને તેના સામાન્ય સમયગાળા પહેલા આયોજિત થઈ શકે છે. આનું કારણ એ છે કે ભારત અને શ્રીલંકા પુરુષોના T20 વર્લ્ડ કપની સહ-યજમાની કરશે, જેના તરત બાદ બે મહિના લાંબી IPL રમાશે. રિપોર્ટ અનુસાર WPL 2026 નું આયોજન નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમ અને વડોદરાના કોટાંબી સ્ટેડિયમ ખાતે થઈ શકે છે. ટૂર્નામેન્ટ 7 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી યોજાય તેવી સંભાવના છે. બે વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ WPL 2026 માં ફરી ટાઈટલ જીતવાના ઈરાદા સાથે ઉતરશે.