ઓમાન સાથેનો મુકાબલો ટીમ ઇન્ડિયા માટે કરો યા મરોનો જંગ
એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2025 ટુર્નામેન્ટ હવે રોમાંચક તબક્કે પહોંચી ગઈ છે. રવિવારે પરંપરાગત હરીફ પાકિસ્તાન સામે 8 વિકેટે શરમજનક હાર મળ્યા બાદ ભારત માટે સેમિફાઇનલની રાહ થોડી મુશ્કેલ બની છે. પાકિસ્તાને ગ્રુપ ઇ માંથી સેમિફાઇનલમાં પોતાનું સ્થાન પાકું કરી લીધું છે, પરંતુ બીજા સ્થાન માટે ભારત અને ઓમાન વચ્ચે જોરદાર રસાકસી છે. ભારતીય ટીમ ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર ફેંકાઈ જશે કે ટોપ-4 માં સ્થાન મેળવશે, તેનો નિર્ણય હવે આજની મેચ પર નિર્ભર છે.
ગ્રુપ બીના પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો સ્થિતિ એકદમ સ્પષ્ટ છે. પાકિસ્તાન અ ટીમે અત્યાર સુધી રમાયેલી બંને મેચોમાં શાનદાર વિજય મેળવીને 4 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે અને તેઓ સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઈ ચૂક્યા છે. બીજી તરફ, ટીમ ઈન્ડિયાએ બે મેચ રમી છે, જેમાં એકમાં જીત અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. હાલમાં ભારત 2 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. જ્યારે ઓમાન અને યુએઇ અનુક્રમે ત્રીજા અને ચોથા સ્થાને છે. ભારત માટે ખતરો હજુ ટળ્યો નથી કારણ કે ઓમાન પણ રેસમાં બરાબરનું છે. ભારત માટે હવે સમીકરણ ખૂબ જ સરળ છતાં દબાણયુક્ત છે.
ભારત અને ઓમાન બંને પાસે હાલમાં 2-2 પોઈન્ટ છે. આ બંને ટીમો આજે એકબીજા સામે મેદાનમાં ઉતરશે. આ મુકાબલો વર્ચ્યુઅલ ક્વાર્ટર ફાઇનલ જેવો બની રહેશે. જો ઓમાન જીતે તો ભારત ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ જશે અને ઓમાન સેમિફાઇનલમાં પ્રવેશશે.