For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હદ થઇ ગઇ, નકવીએ એશિયા કપ ટ્રોફીને ઓફિસમાં મૂકી તાળા મારી દીધા

01:13 PM Oct 11, 2025 IST | Bhumika
હદ થઇ ગઇ  નકવીએ એશિયા કપ ટ્રોફીને ઓફિસમાં મૂકી તાળા મારી દીધા

ટ્રોફીને ખસેડવામાં ન આવે તેવી સૂચના પણ સ્ટાફને આપી

Advertisement

એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના પ્રમુખ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસીન નકવી ફરી એકવાર વિવાદમાં ઘેરાયા છે. ભારતે જીતેલી એશિયા કપ 2025 ટ્રોફી હજી પણ ACC ના દુબઈ મુખ્યાલયમાં બંધ છે, કારણ કે નકવીએ તેને ખસેડવા કે સોંપવા નહીં માટે સ્પષ્ટ સૂચનાઓ જારી કરી છે.

28 સપ્ટેમ્બરે દુબઈમાં ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યા બાદ, ભારતીય ટીમે નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આ ઇનકારના પગલે, નકવીએ ટ્રોફી પ્રેઝન્ટેશન સમારોહમાંથી છીનવી લીધી અને તેને ACC ઓફિસમાં તાળાબંધીમાં રાખવામાં આવી.

Advertisement

પીટીઆઈના અહેવાલ મુજબ, નકવીએ સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે તેમની વ્યક્તિગત મંજૂરી અને હાજરી વિના ટ્રોફીને કોઈને પણ ખસેડવામાં કે સોંપવામાં ન આવે. તેમનો આગ્રહ છે કે તે પોતે જ ભારતીય ટીમ અથવા BCCI ને ટ્રોફી સોંપશે (જ્યારે પણ આવું થશે).

BCCI (ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ) એ નકવીના આ મનસ્વી નિર્ણય સામે સખત વાંધો ઉઠાવ્યો છે. BCCI એ સ્પષ્ટ કર્યું છે કે નકવીને ભારતીય ટીમને વ્યક્તિગત રીતે ટ્રોફી રજૂ કરવાનો અથવા ઇવેન્ટના સત્તાવાર યજમાન ઇઈઈઈંને મોકલવાનો કોઈ અધિકાર નથી.

BCCI એ આગામી મહિને યોજાનારી ICC (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)ની બેઠકમાં આ વિવાદ ઉઠાવવાની પ્રતિજ્ઞા લીધી છે. ક્રિકેટ જગતમાં વ્યાપક અટકળો છે કે નકવીને આ વર્તન માટે કડક કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે, જેમાં માત્ર ઠપકો જ નહીં, પરંતુ ઈંઈઈના ડિરેક્ટર તરીકેના પદ પરથી પણ દૂર કરવાનો સમાવેશ થઈ શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement