કાલથી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે T-20નો મહાસંગ્રામ
પાંચ મેચની T-20 સિરીઝનો પ્રથમ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે
ભારતીય ક્રિકેટ ટીમ બુધવારે 22 જાન્યુઆરી કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં T20સિરીઝની પહેલી મેચ ઈંગ્લેન્ડ સામે રમશે. આ મેચમાં સૂર્યકુમાર યાદવ ટીમની કમાન સંભાળતો જોવા મળશે. પાંચ મેચની T20સિરીઝ ઘણા ભારતીય ખેલાડીઓ માટે મહત્વપૂર્ણ છે. કેમ કે તેઓને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પણ પસંદ કરવામાં આવ્યા છે. હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહ જેવા ખેલાડીઓએ પ્લેઇંગ ઇલેવનમાં પોતાની જગ્યા પાક્કી કરવા માટે સારું પ્રદર્શન કરવું પડશે.
નીતિશ કુમાર રેડ્ડી ઓસ્ટ્રેલિયામાં પોતાની પહેલી ટેસ્ટ સિરીઝ પછી આત્મવિશ્વાસથી ભરેલો હશે. તેણે આ સિરીઝમાં 300 રન બનાવ્યા હતા. તેણે એક સદી પણ ફટકારી હતી. વોશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલ પણ આગામી ઈંઈઈ ઇવેન્ટનો ભાગ છે અને ઈંગ્લેન્ડ સામે સારું પ્રદર્શન કરવા માટે ઉત્સુક હશે. જોવું રહ્યું કે, પહેલી T20માં કયા કયા ખેલાડીઓને તક મળશે.
જોસ બટલરની આગેવાની વાળી ઈંગ્લેન્ડની ટીમમાં યુવા ઓલરાઉન્ડર જેકબ બેથેલ, હેરી બ્રુક અને જેમી સ્મિથ જેવા શાનદાર ખેલાડી છે. જેમણે ગત વર્ષે શાનદાર પ્રદર્શન કર્યું હતું. જો તમે આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જોવા માંગો છો તો તમારે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જવું પડશે. જ્યાં તમે મેચનો આનંદ લઈ શકશો.
T20સિરીઝ માટે ભારતની ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ (વાઈસ કેપ્ટન), હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, વરૂણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, ધ્રુવ ઝુરેલ (વિકેટકીપર).