ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે કાલથી દિલ્હીમાં સિરીઝની અંતિમ મેચ, સ્પિનર ફાવશે
ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે શુક્રવાર, 10મી ઑક્ટોબરે શરૂૂ થનારી સિરીઝની બીજી અને અંતિમ ટેસ્ટ માટેની પિચ બેટિંગ માટે ઘણી જ અનુકૂળ રહેશે અને સ્પિનર્સને લગભગ ત્રીજા દિવસથી ટર્ન મળવાના શરૂૂ થશે. ભારત સિરીઝમાં 1-0થી આગળ છે. અમદાવાદમાં ભારતે અઢી દિવસમાં એક દાવ અને 140 રનથી વિજય મેળવ્યો હતો.
અરુણ જેટલી સ્ટેડિયમના ફિરોજશા કોટલા ગ્રાઉન્ડ પરની મુખ્ય પિચ પરંપરાગત રીતે કાળી માટીથી બનાવવામાં આવી છે.
વિશેષ કરીને આ ટેસ્ટ માટે આખી પિચ નવેસરથી બનાવવામાં આવી છે. ખાસ કરીને પહેલા બે દિવસ આ પિચ બેટ્સમેનો માટે સ્વર્ગ સમાન રહેશે. ટોસ જીતનારી ટીમ પહેલાં બેટિંગ પસંદ કરશે તો નવાઈ નહીં લાગે. સમય જતાં સ્પિનરને પિચ પર વધુ ટર્ન મળવા લાગશે.
ટૂંકમાં, પહેલા બે દિવસે બેટ્સમેનોનું રાજ રહેશે અને એમાં બેમાંથી જે ટીમ ઢગલો રન કરશે એને એક દાવથી અથવા મોટા માર્જિનથી જીતવાની તક મળશે. જોકે પરંપરાગત રીતે દિલ્હીની પિચ સ્લો ટર્નર તરીકે જાણીતી છે અને દિવસ જતાં એના પર સ્પિનર્સનો પ્રભાવ વધતો જાય છે. ભારત પાસે કુલ ચાર સ્પિનર છે: કુલદીપ યાદવ, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદર. બીસીસીઆઇના એક સૂત્રએ પીટીઆઇને નામ જાહેર ન કરવાની શરતે કહ્યું હતું કે ન થોડા સમય પહેલાં આ જ ગ્રાઉન્ડ પર ભારતીય ઓપનર સ્મૃતિ મંધાનાએ 50 બોલમાં 100 રન કર્યા હતા. જોકે ભારત-વેસ્ટ ઇન્ડિઝ ટેસ્ટ માટેની પિચ એનાથી અલગ હશે. જો વેસ્ટ ઇન્ડિઝના બેટ્સમેનો સારું પર્ફોર્મ કરશે તો મેચ ત્રણ દિવસની અંદર પૂરી નહીં થાય. સ્થાનિક ક્યુરેટર અંકિત દત્તા દિલ્હીની પિચ બનાવડાવી રહ્યા છે.
ડીજે તરફ વેસ્ટઈન્ડિઝ ની ટીમ પ્રથમ ટેસ્ટ મેચ ખરાબ રીતે હારી ગયા બાદ આ ટેસ્ટમાં સારો દેખાવ કરવા માટે ગંભીર બને છે. સુકાનીએ જણાવ્યું હતું કે અમે ટીમ મિટિંગમાં ભાગીદારી વધુ મજબૂત બનાવવા માટે જોર મૂક્યું છે. તેમણે જણાવ્યું હતું કે અમારે બેટ્સમેન ને 20 કે 30 રન 5હું સંતોષ માનવો ન જોઈએ. બોલરો એ પણ આ વખતે સારી બોલિંગ કરવી પડશે. જે રીતે ભારતના બેટ્સમેન હાભી થયા તે રીતે ન થવા જોઈએ. સુકાનીએ આશા વ્યક્ત કરી કે આ મેચમાં અમે વધુ સારો દેખાવ કરીશું.