1930માં પ્રથમવાર રમાઇ હતી કોમનવેલ્થ ગેમ્સ
શરૂઆતનું નામ બ્રિટિશ એમ્પાયર ગેમ્સ હતું, રમત શરૂ કરવાનો શ્રેય બોબી રોબિન્સનને
કોમનવેલ્થ ગેમ્સનો ઇતિહાસ 95 વર્ષ જૂનો છે. 1930માં પહેલી વાર આ રમતનું આયોજન થયું હતું. જોકે ત્યારે આ રમતને બ્રિટિશ એમ્પાયર ગેમ્સના નામથી શરૂૂ કરવામાં આવી હતી. 1950 સુધી આ રમત આ જ નામથી ઓળખાતી હતી. આગળ ત્રણ વાર આ રમતનું નામ બદલાયું. 1954થી આ રમતને બ્રિટિશ એમ્પાયર એન્ડ કોમનવેલ્થ ગેમ્સના નામથી ઓળખવામાં આવી. જે 1966 સુધી ચાલુ રહ્યું. ત્યાર બાદ 1970 અને 1974માં રમતને બ્રિટિશ કોમનવેલ્થ ગેમ્સ કહેવાયું. 1978થી તેનું નામ કોમનવેલ્થ ગેમ્સ રાખવામાં આવ્યું જે હાલ સુધી ચાલુ છે.
આ રમત શરૂૂ કરવાનો શ્રેય કેનેડાના એક શખ્સ બોબી રોબિન્સનને જાય છે. બોબી રોબિન્સન ત્યારે સ્પોર્ટ્સ જર્નલિસ્ટ હતા, જોકે તેઓ એથ્લેટિક્સ કોચ પણ રહી ચૂક્યા હતા. તેમના પ્રયાસોએ આ રમતના આયોજનનો પાયો નાખ્યો. આપણે અહીં કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસ વિશે અહીં જાણીશું.
16 ઓગસ્ટ 1930ના રોજ કેનેડાના હેમિલ્ટનમાં બ્રિટિશ એમ્પાયર ગેમ્સનું આયોજન થયું. કુલ 8 સ્પોર્ટ્સની 59 ઇવેન્ટ તેમાં હતી. ખાસ વાત એ હતી કે આ તમામ ઇવેન્ટ સિંગલ મેચ હતી, એટલે કે તેમાં કોઈ પણ ટીમ ઇવેન્ટ નહોતી. આ પહેલા બ્રિટિશ એમ્પાયર ગેમ્સમાં કુલ 11 દેશોના 400 ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ખેલાડીઓને રોકાવા અને પ્રેક્ટિસ માટે હેમિલ્ટનના એક સિવિલ સ્ટેડિયમ પાસે આવેલા પ્રિન્સ ઓફ વેલ્સ સ્કૂલને એથ્લીટ્સ વિલેજ બનાવી દીધું હતું. નવાઈની વાત એ હતી કે અહીં એક એક ક્લાસરૂૂમમાં લગભગ ડઝનેક ખેલાડીઓને રોકાવાની વ્યવસ્થા ગોઠવી હતી.
ખેલાડીઓ માટે પાયાની સુવિધાઓનો અભાવ હતો અને આખી ઇવેન્ટ પણ ખૂબ જ સાદગીથી થતી હતી. જોકે તે સમયના હિસાબથી આ આયોજન પર કોઈ વધારે ફરિયાદ નહોતી મળી. આ પહેલા આયોજનની ખાસ વાત એ પણ હતી કે મહિલાઓએ અહીં ખાલી સ્વિમિંગની ઇવેન્ટમાં જ ભાગ લીધો હતો.
જે રીતે નામથી જ સ્પષ્ટ થાય છે કે આ બ્રિટિશ એમ્પાયર ગેમ્સમાં એ દેશોએ ભાગ લીધો હતો, જે તે સમય સુધી બ્રિટનના ઉપનિવેશ અથવા પહેલા ક્યારેક ઉપનિવેશ રહ્યા હતા. આ પ્રતિયોગિતામાં ઓસ્ટ્રેલિયા, બર્મુડા, બ્રિટિશ ગયાના, કેનેડા, ઇંગ્લેન્ડ, નોર્દન આયરલેન્ડ, ન્યૂફાઉન્ડ લેન્ડ, ન્યૂઝીલેન્ડ, સ્કોટલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને વેલ્સ સામેલ હતા. આ ઇવેન્ટમાં એથ્લેટિક્સ, બોક્સિંગ, લોન બોલ્સ, રોઇંગ, સ્વિમિંગ, ડાઇવિંગ, કુશ્તી અને દોડ પ્રતિયોગિતા સામેલ હતી. આ સમગ્ર આયોજન પર તે સમયે કુલ 97,973 ડોલર એટલે કે 78 લાખ રૂૂપિયાનો ખર્ચ આવ્યો હતો.
જેમાંથી ઇંગ્લેન્ડને 25 ગોલ્ડ સહિત કુલ 61 મેડલ મળ્યા હતા. જ્યારે મેજબાન કેનેડાના ભાગમાં 20 ગોલ્ડ સાથે કુલ 54 મેડલ આવ્યા હતા. ઓસ્ટ્રેલિયા અહીં ત્રીજા નંબર પર રહ્યું હતું. ઓસ્ટ્રેલિયાને ત્રણ ગોલ્ડ સાથે આઠ મેડલ મળ્યા હતા.