રંગીલા રાજકોટવાસીઓએ રવિવારે મનભરીને માણ્યો મેચ
20 હજાર લોકો મફત મેચ માણવા ઉમટી પડતા ટ્રાફિક જામ, કોલકાતામાં ભલે હાર્યા પણ રાજકોટમાં ઇન્ડિયા-એ ટીમનો સાઉથ આફ્રિકા સામે વન-ડે માં નવ વિકેટે વિજય
કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં શુભમન ગિલની પછીથી રિષભ પંતની કેપ્ટન્સીમાં ટીમ ઇન્ડિયાએ વર્લ્ડ ચેમ્પિયન સાઉથ આફ્રિકા સામે શર્મનાક પરાજય જોવો પડ્યો હતો, પરંતુ રાજકોટમાં ઇન્ડિયા-એ ટીમે સાઉથ આફ્રિકા-એ સામેની બિનસત્તાવાર વન-ડે સિરીઝ તિલક રાજના સુકાનમાં જીતી લીધી હતી. કલકત્તામાં ભારતની ટીમ પત્તાના મહેલની જેમ ધરાશયી થઈ અને ભારત ટેસ્ટ હારી ગયું. પરંતુ રાજકોટ ખાતે પ્રથમ મેચ પણ જીત્યા બાદ ગઈકાલે બીજા મેચમાં ભારત એ ટીમે શાનદાર ક્રિકેટ રમીને મેચ જીતાડીને શ્રેણી જીતી લીધી હતી.
ઋતુરાજ ગાયકવાડ (68 અણનમ, 83 બોલ, નવ ફોર), સ્પિનર નિશાંત સિંધુ (16 રનમાં ચાર વિકેટ), પેસ બોલર હર્ષિત રાણા (21 રનમાં ત્રણ વિકેટ), પ્રસિદ્ધ ક્રિષ્ના (21 રનમાં બે વિકેટ) આ જીતના ચાર હીરો હતા. ઇન્ડિયા-એનો (133 બોલ બાકી રાખીને) નવ વિકેટે વિજય થયો હતો. માર્કસ ઍકરમનના સુકાનમાં સાઉથ આફ્રિકા-એ ટીમ 132 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. ઇન્ડિયા-એ ટીમે 27.5 ઓવરમાં એક વિકેટે 135 રન કરીને વિજય મેળવી લીધો હતો. ગાયકવાડ અને અભિષેક શર્મા (32 રન, બાવીસ બોલ, છ ફોર) વચ્ચે 53 રનની ઓપનિંગ ભાગીદારી થઈ હતી. ત્યાર બાદ ગાયકવાડ અને કેપ્ટન તિલક વર્મા (29 અણનમ) વચ્ચે 82 રનની અતૂટ પાર્ટનરશિપ થઈ હતી. નિશાંત સિંધુ ને મેન ઑફ ધ મેચનો પુરસ્કાર અપાયો હતો.
ઇન્ડિયા-એ ટીમે પ્રથમ વન-ડે ચાર વિકેટે જીતી લીધી હતી. હવે બુધવારે રાજકોટમાં જ શ્રેણીની ત્રીજી મેચ પણ જીતીને તિલકની ટીમ 3-0થી ક્લીન સ્વીપ કરી શકશે. ભારત અને સાઉથ આફ્રિકા એ ટીમ વચ્ચેના બીજા વન-ડે મેચમાં રાજકોટના નિરંજન સ્ટેડિયમ ખાતે મેચ ની ટિકિટ ફ્રી હોવાને કારણે 20,000 લોકો મેચ જોવા ઉમટી પડ્યા હતા. રવિવારની રજા હોવાને કારણે આજુબાજુના ગામના લોકો તેમજ રાજકોટ શહેરના લોકો આ મેચ જોવા ઉમટી પડ્યા હતા અને ભારતીય ટીમની જીતને ચિચિયારી સાથે વધાવી હતી.
ભારતીય ટીમમાં એક જ ખેલાડીઓ હોવાના કારણે તેમને રમતા જોવાનો લાહોર લેવા માટે ક્રિકેટ પાસે કોઈ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને સૌરાષ્ટ્ર એસોસિયેશન પણ રાજકોટની ક્રિકેટ પ્રેમી જનતાનો આભાર માન્યો હતો