એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાનું એલાન: સૂર્યકુમાર યાદવને કેપ્ટન તો શુભમન ગિલને બનાવાયો વાઇસ-કેપ્ટન
એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમની કેપ્ટનશીપ સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે. મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે BCCI (ભારતીય ક્રિકેટ નિયંત્રણ) સચિવ દેવજીત સૈકિયા સાથે મુલાકાત બાદ ટીમની જાહેરાત કરવામાં આવી છે. શુભમન ગિલને T20 ફોર્મેટ સાથે એશિયા કપમાં વાઇસ-કેપ્ટન બનાવામાં આવ્યા છે.
ક્રિકેટ એશિયા કપ 9 સપ્ટેમ્બરથી UAEમાં શરૂ થઈ રહ્યો છે. ભારત આ ટુર્નામેન્ટનું યજમાન છે. ટીમ ઈન્ડિયાનો પહેલો મુકાબલો 10 સપ્ટેમ્બરે UAE સામે થશે.
એશિયા કપ માટે ભારતની ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઇસ-કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટકીપર), હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ.
આ ખેલાડીઓને સ્થાન ન મળ્યું
જોકે, કેટલાક મોટા ખેલાડીઓ એવા હતા જેમને તક મળી ન હતી. તે ખેલાડીઓમાં યશસ્વી જયસ્વાલ, શ્રેયસ ઐયર, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ જેવા નામો શામેલ હતા.