For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમદાવાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની એક ઈનિંગ અને 140 રનથી ભવ્ય જીત!! વેસ્ટ ઈન્ડિઝ ત્રણ દિવસમાં જ ઘૂંટણીયે

02:07 PM Oct 04, 2025 IST | Bhumika
અમદાવાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની એક ઈનિંગ અને 140 રનથી   ભવ્ય જીત   વેસ્ટ ઈન્ડિઝ ત્રણ દિવસમાં જ ઘૂંટણીયે

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝને એક ઇનિંગ અને 140 રનથી રનથી હરાવ્યું. મેચના ત્રીજા દિવસે, વેસ્ટ ઇન્ડીઝ બીજા ઇનિંગ્સમાં 45.1 ઓવરમાં 146 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ મેચમાં રવિન્દ્ર જાડેજાએ ભારતને ઓલરાઉન્ડ પ્રદર્શન આપ્યું હતું. તેણે બીજી ઇનિંગમાં સદી ફટકારી હતી અને ચાર વિકેટ લીધી હતી.

Advertisement

અમદાવાદમાં વેસ્ટ ઈન્ડિઝની બીજી ઇનિંગમાં ઓલરાઉન્ડર જાડેજાનો ફૂલ પાલર જોવા મળ્યો હતો. તેણે વેસ્ટ ઈન્ડિઝના બેટર્સને બરાબરના હંફાવ્યા હતા અને સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. સિરાજને પણ 3 વિકેટ મળી હતી. કુલદીપને 2 અને વોશિંગ્ટન સુંદરને 1 વિકેટ લેવામાં સફળતા મળી હતી. જો કે, વેસ્ટ ઈન્ડિઝની બંને ઈનિંગ મળીને સૌથી વધુ 7 વિકેટ સિરાજને ફાળે ગઈ છે.

વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની એકમત્ર ઈનિંગમાં કેએલ. રાહુલ, ધ્રૂવ જુરેલ અને રવિન્દ્ર જાડેજાએ સદી ફટકારી હતી. જેમાં સૌથી વધુ જુરેલે 125 રન બનાવ્યા હતા. રાહુલે 100 અને જાડેજાએ 104 રન રન બનાવ્યા હતા.

Advertisement

મેચમાં, ભારતીય ટીમે 5 વિકેટે 448 રન પર પોતાનો પહેલો દાવ ડિકલેર કર્યો હતો. ભારતીય ટીમે પ્રથમ દાવના આધારે 286 રનની લીડ મેળવી હતી.મેચના પહેલા દિવસે વેસ્ટ ઇન્ડીઝ માત્ર 162 રન જ બનાવી શક્યું હતું. બંને ટીમો વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી અને અંતિમ મેચ 10 ઓક્ટોબરથી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement