સુપર ઓવરમાં ટીમ ઈન્ડિયાનું શરમજનક પ્રદર્શન, વાઈડ બોલથી જીત્યું બાંગ્લાદેશ
એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ ટૂર્નામેન્ટની આ સેમિફાઇનલ મેચમાં બાંગ્લાદેશ અને ભારત, બંને ટીમોની પ્રથમ ઇનિંગ્સ 194 રન પર સમાપ્ત થઈ. આથી, સુપર ઓવરનો સહારો લેવામાં આવ્યો. ભારતીય બેટ્સમેન સુપર ઓવરના પ્રથમ બે બોલ પર જ આઉટ થઈ ગયા હતા. આ રીતે બાંગ્લાદેશને સુપર ઓવરમાં માત્ર એક રન બનાવવાનો હતો. ખરેખર તો બાંગ્લાદેશની ટીમે કોઈ રન બનાવ્યા વિના સુપર ઓવર જીતી લીધી.
બાંગ્લાદેશે પહેલા બેટિંગ કરીને 194 રન બનાવ્યા હતા. છેલ્લી 2 ઓવરોમાં બાંગ્લાદેશના બેટ્સમેનોએ 50 રન ફટકાર્યા હતા. બીજી બાજુ, ભારતીય બેટ્સમેનો પણ ઇનિંગ્સમાં 194 રન જ બનાવી શક્યા હતા. જ્યારે સુપર ઓવર આવી, ત્યારે પ્રથમ બોલ પર કેપ્ટન જીતેશ શર્મા અને બીજા બોલ પર આશુતોષ શર્મા પણ આઉટ થઈ ગયા.
ભારતીય ટીમને 195 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. જવાબમાં વૈભવ સૂર્યવંશીએ 38 રનની ધમાકેદાર શરૂૂઆત કરીને ટીમ ઈન્ડિયાને મજબૂત શરૂૂઆત અપાવી. આ દરમિયાન પ્રિયાંશ આર્યએ પણ 44 રન બનાવ્યા.
બંને ઓપનરોએ સારી શરૂૂઆત આપી હોવા છતાં, ભારત આખરે હારી ગયું. ભારતને છેલ્લા બોલ પર ચાર રનની જરૂૂર હતી. રકીબુલ હસન બોલિંગ કરી રહ્યો હતો અને હર્ષ દુબે ક્રીઝ પર હતો. બાંગ્લાદેશની નબળી ફિલ્ડિંગને કારણે ભારતીય બેટ્સમેનોએ ત્રણ રન બનાવ્યા, જેના કારણે મેચ સુપર ઓવરમાં ગઈ.