ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાનું એલાન, આ ખેલાડી બન્યો કેપ્ટન, ગુજરાતના 2 ખેલાડીઓ
ટીમ ઈન્ડિયા આવતા મહિને ઈંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. જેમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમાશે. આ શ્રેણી 2025-27 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ચક્રનો ભાગ હશે. BCCIએ આ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત કરી છે.સાથે જ ઇંગ્લેન્ડ પ્રવાસ માટે 18 સભ્યોની ટીમની પણ જાહેરાત કરવામાં આવી. રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિચંદ્રન અશ્વિન જેવા અનુભવી ખેલાડીઓએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ ભારતીય ટીમ માટે આ એક નવી શરૂઆત છે. આ સાથે, ભારતીય ટેસ્ટ ટીમને એક નવો કેપ્ટન પણ મળ્યો છે. શુભમન ગિલને ટેસ્ટ કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે.
https://x.com/BCCI/status/1926187959910269166
અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ ઈંગ્લેન્ડ પ્રવાસ માટે એક યુવા ટીમ ઈન્ડિયાની પસંદગી કરી છે. યશસ્વી જયસ્વાલ અને અભિમન્યુ ઈશ્વરન ઓપનિંગ બેટિંગની જવાબદારી સંભાળી શકે છે. સાઈ સુદર્શન અને કરુણ નાયરને મિડલ ઓર્ડરમાં સ્થાન આપવામાં આવ્યું છે, જે કોહલીની ગેરહાજરીમાં નંબર 4 ની ભૂમિકા ભજવી શકે છે. ઋષભ પંતને ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે, અને તે વિકેટકીપિંગની સાથે મિડલ ઓર્ડરમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ધ્રુવ જુરેલને બીજા વિકેટકીપર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
તે જ સમયે, આ વખતે ટેસ્ટ ટીમમાં ફાસ્ટ બોલર અર્શદીપ સિંહની પણ પસંદગી કરવામાં આવી છે. આ પહેલી વાર છે જ્યારે તે ટેસ્ટ ટીમનો ભાગ બન્યો છે. આ ઉપરાંત, શાર્દુલ ઠાકુર પણ ટેસ્ટ ટીમમાં વાપસી કરવામાં સફળ રહ્યો છે. પરંતુ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને આ 18 ખેલાડીઓમાં સામેલ કરવામાં આવ્યો નથી. સરજરાજ ખાન પણ આ ટીમનો ભાગ નથી, જે ખૂબ જ આશ્ચર્યજનક છે. જોકે, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રખ્યાત કૃષ્ણા અને આકાશ દીપ જેવા સ્ટાર ફાસ્ટ બોલરોને ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે.
ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઇન્ડિયાની ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર, ઉપ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, અભિમન્યુ ઈશ્વરન, કરુણ નાયર, નીતિશ રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રખ્યાત કૃષ્ણા, આકાશ દીપ, અર્ધદીપ સિંહ, કુલદીપ યાદવ.