પાકિસ્તાન સાથેની આગામી મેચમાં પણ ટીમ ઇન્ડિયા હાથ નહીં મિલાવે
ભારતને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ અને એશિયાઈ ક્રિકેટ પરિષદ ના કોઈ પણ પ્રકારના પ્રતિબંધનો સામનો કરવો પડશે નહીં. રવિવારે દુબઈમાં 2025 એશિયા કપમાં પાકિસ્તાન વિરુદ્ધ હેન્ડશેક વિવાદ પર ટીમ ઇન્ડિયાને લીલીઝંડી મળી ગઈ છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ભારતીય ટીમના કપ્તાન સૂર્યકુમાર યાદવ પાકિસ્તાન વિરુદ્ધ હેન્ડશેકનો બહિષ્કાર ચાલું રાખશે જો બંને ટીમો ફરીથી ટૂર્નામેન્ટમાં આમને-સામને આવશે તો.
ભારતે પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યા હતા. મેચની તરત બાદ સૂર્યકુમાર અને શિવમ દુબે સીધા ડ્રેસિંગ રૂૂમ તરફ જતા રહ્યા હતા. તેમણે મેચ બાદ પરંપરાગત હેન્ડશેક ટાળ્યું હતું. પાકિસ્તાની ટીમ થોડા સમય સુધી ત્યાં જ ઊભી રહી. તેના જવાબમાં પાકિસ્તાનના કપ્તાન સમાન અલી આગાએ મેચ બાદના પ્રેઝન્ટેશનમાં સામેલ થવાની ના પાડી દીધી હતી.
પહલગામ આતંકવાદી હુમલા બાદથી સરહદ પર તણાવના કારણે ભારતીય ટીમે આ નિર્ણય લીધો હતો. સૂર્યકુમાર યાદવે હાથ મિલાવવાની ના પાડવા પાછળ હુમલાનો હવાલો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે તેમની ટીમ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને ભારત સરકારના નિયમને માની રહી છે.