ICC ચેમ્પિયન્સ ટ્રોફી રમવા ટીમ ઇન્ડિયા પાકિસ્તાન નહીં જાય
હાઇબ્રીડ મોડેલથી રમાશે ટૂર્નામેન્ટ, ફાઇનલ મેચ દુબઇમાં રમાવાની સંભાવના
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ ઈંઈઈ ટૂર્નામેન્ટ આવતા વર્ષની શરૂૂઆતમાં રમાશે. જો કે ટીમ ઈન્ડિયાની ભાગીદારી અંગે હજુ સ્થિતિ સ્પષ્ટ નથી. ભારતીય ટીમે 2008થી પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી. આવી સ્થિતિમાં ભારતીય ક્રિકેટ ટીમ 2025 ઈંઈઈ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જવાની શક્યતાઓ નહિવત છે. આ દરમિયાન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. આ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ પાકિસ્તાનની બહાર યોજાઈ શકે છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા ઘણા સમયથી સંબંધો સારા નથી, જેના કારણે ભારતીય ટીમ આ દેશનો પ્રવાસ નથી કરતી. આને કારણે, બંને ટીમો વચ્ચે કોઈ શ્રેણી રમાતી નથી, માત્ર ઈંઈઈ ટૂર્નામેન્ટ અને એશિયા કપ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચો રમાય છે. ટેલિગ્રાફના રિપોર્ટ અનુસાર, આ ટૂર્નામેન્ટ હાઈબ્રિડ મોડલ પર રમી શકાય છે. આ ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ લાહોરમાં રમાવાની છે. પરંતુ જો ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચશે તો ફાઈનલ મેચ પણ પાકિસ્તાનની બહાર જ થશે, આ મેચ દુબઈમાં યોજાય તેવી પૂરી શક્યતા છે.
આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે ટીમ ઈન્ડિયા તેની તમામ ગ્રુપ સ્ટેજની મેચો પાકિસ્તાનની બહાર રમશે અને સેમીફાઈનલમાં પહોંચ્યા પછી સ્થળમાં ફેરફાર કરવામાં આવશે. હાલમાં બંને સેમીફાઈનલ પાકિસ્તાનમાં જ રમવાની છે. પાકિસ્તાનને એશિયા કપ 2023ની યજમાની પણ મળી છે. પરંતુ તેમ છતાં ભારતીય ટીમે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો ન હતો. આ ટુર્નામેન્ટનું આયોજન હાઈબ્રિડ મોડલમાં કરવામાં આવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ પોતાની તમામ મેચ શ્રીલંકામાં રમી હતી અને ફાઈનલ પણ અહીં જ યોજાઈ હતી. એટલે કે એ જ ફોર્મ્યુલા ફરી એકવાર અજમાવી શકાય.
લગભગ 8 વર્ષની રાહ જોયા બાદ ચેમ્પિયન્સ ટ્રોફી ફરી શરૂૂ થઈ રહી છે અને આ ટૂર્નામેન્ટ છેલ્લા 29 વર્ષમાં પાકિસ્તાનની ધરતી પર પ્રથમ ઈંઈઈ ઈવેન્ટ પણ છે. ડ્રાફ્ટ શેડ્યૂલ મુજબ ટીમ ઈન્ડિયાએ તેની તમામ મેચ લાહોરમાં રમવાની છે. ટીમ ઈન્ડિયા તેની પ્રથમ મેચ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે રમશે. આ પછી, 23 ફેબ્રુઆરીએ ન્યુઝીલેન્ડ સામે બીજી મેચ રમશે. ભારત 1 માર્ચે ટુર્નામેન્ટના યજમાન અનેકટ્ટર હરીફ પાકિસ્તાન સામે ગ્રુપ સ્ટેજની ત્રીજી અને છેલ્લી મેચ રમશે. પરંતુ જો ટીમ ઈન્ડિયા પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે તો આ તમામ મેચોના સ્થળોમાં ફેરફાર જોવા મળી શકે છે.