ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય, આ બે જગ્યાએ રમાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો
ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાનમાં થવાનું છે. ભારતીય ક્રિકેટ ટીમના 2025 ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જવાની કોઇ શક્યતા નથી. BCCI ICCને દૂબઇ અથવા શ્રીલંકામાં મેચનું આયોજન કરવા માટે કહેશે.
ANIના એક સમાચાર અનુસાર, ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જાય તેવી શક્યતા નથી. BCCI દુબઈ અથવા શ્રીલંકામાં મેચોની યજમાની કરવા માટે ICC સાથે વાત કરશે. એવું પણ શક્ય છે કે ટીમ ઈન્ડિયા તેની મેચ દુબઈ અથવા શ્રીલંકામાં રમે અને બાકીની મેચ પાકિસ્તાનમાં યોજાય. આ પહેલા એશિયા કપમાં પણ કંઈક આવું જ બન્યું હતું. ભારતે તેની તમામ મેચો શ્રીલંકામાં રમી હતી.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન આવતા વર્ષે યોજાશે પરંતુ તેના માટે તૈયારી અત્યારથી જ શરૂ થઇ ગઇ છે. PCB તરફથી ICCને એક ડ્રાફ્ટ કાર્યક્રમ સોપવામાં આવ્યો છે. જોકે, હજુ સુધી આ નક્કી નથી કે ભારત આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન જશે કે નહીં.
ચેમ્પિયન્સ ટ્રોફી માટે કૂલ આઠ ટીમોએ ક્વોલિફાય કર્યુ છે જેમાં ભારત અને પાકિસ્તાન સિવાય બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકાની ટીમ સામેલ છે. ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે.