રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ટીમ ઇન્ડિયાને ચાર્ટર્ડ પ્લેનમાં યુરોપ અથવા અમેરિકા લઇ જવાશે

11:34 AM Jul 02, 2024 IST | admin
Advertisement

ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા મોટી મુશ્કેલીમાં છે. વાસ્તવમાં, બાર્બાડોસમાં તોફાન છે અને તેના કારણે ટીમ ઈન્ડિયાના દરેક સભ્ય હજુ પણ ત્યાં અટવાયેલા છે. બાર્બાડોસમાં ચક્રવાતી તોફાનના કારણે વીજળી અને પાણી પુરવઠો ઠપ થઈ ગયો છે અને એરપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. એરપોર્ટ ક્યારે ખુલશે તે હજુ સુધી કોઈને ખબર નથી. જોકે, વિશ્વના સૌથી અમીર ક્રિકેટ બોર્ડ બીસીસીસીઆઇએ પોતાના સભ્યોને બહાર કરવાની યોજના બનાવી છે.

Advertisement

બીસીસીઆઈના સચિવ જય શાહે મીડિયાને જણાવ્યું કે તેઓ ખેલાડીઓ અને ભારતીય મીડિયાકર્મીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવાની યોજના બનાવી રહ્યા છે. જય શાહે માહિતી આપી હતી કે બીસીસીસીઆઇ સોમવારે ચાર્ટર્ડ પ્લેનમાં બાર્બાડોસ જવાનો પ્રયાસ કરી રહ્યું હતું પરંતુ એરપોર્ટ બંધ થવાને કારણે આ વિકલ્પ ખોવાઈ ગયો હતો. જય શાહે માહિતી આપી હતી કે બોર્ડ ચાર્ટર્ડ એરક્રાફ્ટ ચલાવતી કંપનીઓના સંપર્કમાં છે, બાર્બાડોસ એરપોર્ટ ખુલતાની સાથે જ ટીમ અમેરિકા અથવા યુરોપ જશે.

ટીમ ઈન્ડિયા માટે મંગળવારે પણ બાર્બાડોસ છોડવું મુશ્કેલ છે કારણ કે ત્યાં હજુ પણ તોફાનની સ્થિતિ યથાવત છે. જય શાહે મીડિયાને જણાવ્યું કે બીસીસીસીઆઇ એરપોર્ટ અધિકારીઓના સંપર્કમાં છે. એરપોર્ટનું સંચાલન શરૂૂ થતાં જ ટીમ ઈન્ડિયા ચાર્ટર્ડ પ્લેનમાં અમેરિકા અથવા યુરોપ જશે. આ પછી ટીમ ઈન્ડિયા ત્યાંથી ભારત આવશે. જોકે, જય શાહે કહ્યું કે આ બધું ત્યારે જ શક્ય બનશે જ્યારે પવનની ઝડપ ઘટશે. જય શાહે કહ્યું કે કુદરત સાથે કોઈ લડવા માંગતું નથી, તેથી રાહ જોવી વધુ સારું છે.

Tags :
indiaindia newsSportsSportsNEWSteamindia
Advertisement
Next Article
Advertisement