ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ઘરઆંગણે જ મળી ટીમ ઈન્ડિયાને સૌથી મોટી હાર!! સાઉથ આફ્રિકાએ ભારતને ક્લીન સ્વીપ કર્યું

01:53 PM Nov 26, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

 

ગુવાહાટીમાં રમાયેલી બીજી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 408 રનથી હરાવ્યું. સાઉથ આફ્રિકાએ 25 વર્ષ પછી ભારતને તેના ઘરઆંગણે ક્લીન સ્વીપ કર્યું છે. જોકે, બુધવારે, મેચના પાંચમા દિવસે, ભારત ફક્ત 140 રન જ બનાવી શક્યું. આમ, સાઉથ આફ્રિકાએ 2-0 થી સીરિઝમાં ભારતની ટીમનો વ્હાઇટવોશ કર્યો.

ગુવાહાટી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ ભારતને 408 રનથી હરાવ્યું, શ્રેણી 2-0 થી જીતી લીધી. આ ટેસ્ટમાં ભારતના બેટ્સમેનોનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. જેમાં ફક્ત યશસ્વી જયસ્વાલે પ્રથમ દાવમાં અડધી સદી અને બીજા દાવમાં રવિન્દ્ર જાડેજાએ અડધી સદી ફટકારી હતી. ટીમ ઈન્ડિયા ફક્ત 140 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.

સાઉથ આફ્રિકાએ ચોથા દિવસે મંગળવારે પોતાની બીજી ઇનિંગ્સ 260/5 ના સ્કોર પર ડિક્લેર કરી દીધી હતી. સાઉથ આફ્રિકાએ ટૉસ જીતીને પહેલી ઇનિંગ્સમાં 489 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતની પહેલી ઇનિંગ્સ 201 રન પર સમેટાઈ ગઈ હતી. આ રીતે ભારતને ટેસ્ટ જીતવા માટે 549 રનનો ટાર્ગેટ મળ્યો હતો.

ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટમાં પણ સાઉથ આફ્રિકાએ જીત મેળવી હતી. ભારતને 549 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, પરંતુ ભારતીય ટીમ મેચના પાંચમા દિવસે માત્ર 140 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ટેમ્બા બાવુમાના નેતૃત્વ હેઠળની દક્ષિણ આફ્રિકાની ટીમે ભારતને 408 રનથી હરાવીને શાનદાર વિજય મેળવ્યો. જે ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો રનથી સૌથી મોટો પરાજય હતો. સાઉથ આફ્રિકા ટીમે પ્રથમ ઇનિંગમાં 489 રન બનાવ્યા અને બીજી ઇનિંગમાં 260/5 દિવસ પર ઇનિંગ ડિકલેર કરી. ત્યારબાદ ભારતને 549 રનનો વિશાળ લક્ષ્યાંક આપવામાં આવ્યો.

 

 

Tags :
indiaindia newsSouth AfricaSportssports newsTeam Indiateam indis
Advertisement
Next Article
Advertisement