રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

દિગ્ગજ ખેલાડીઓના ફ્લોપ-શોથી ટીમ ઇન્ડિયા એડિલેડમાં હારી

10:46 AM Dec 09, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ભારતને એડિલેડ ટેસ્ટમાં 10 વિકેટે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પિંક-બોલ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયા બેટિંગ અને બોલિંગ બંનેમાં સારું પ્રદર્શન કરી શકી ન હતી. ટીમની નિષ્ફળતા ત્યારે છતી થઈ જ્યારે કોઈ ભારતીય બેટ્સમેન ફિફ્ટી પણ ફટકારી શક્યો નહોતો. એડિલેડ ટેસ્ટની હારથી ભારતીય ટીમની બીજી સમસ્યા ઉજાગર થઈ છે કે બોલિંગમાં જસપ્રિત બુમરાહ એકલા હાથે આખી ટીમને લઈ જઈ શકતો નથી.

વિરાટ કોહલી: વિરાટ કોહલીને ઓસ્ટ્રેલિયાની પીચો પર રન બનાવવાનું પસંદ છે. પર્થ ટેસ્ટની બીજી ઈનિંગમાં તેણે સદી ફટકારતાની સાથે જ એડિલેડમાં તેની તરફથી કંઈક મોટું થવાની આશા વધી ગઈ હતી. પરંતુ વાસ્તવમાં એવું બન્યું કે ગુલાબી બોલની ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં કોહલી અનુક્રમે માત્ર 7 અને 11 રન જ બનાવી શક્યો. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના ઈતિહાસમાં તેના 2,000થી વધુ રનના આંકડાને કારણે દરેકને કોહલી પાસેથી અપેક્ષાઓ હતી, પરંતુ તેની નિષ્ફળતાનું પરિણામ એ આવ્યું કે મિડલ ઓર્ડરની બેટિંગ ખરાબ રીતે પડી ભાંગી.

રોહિત શર્મા: આ હકીકત કોઈનાથી છુપાયેલી નથી કે રોહિત શર્મા ઓસ્ટ્રેલિયન પીચો પર સારું નથી રમી શકતો. તે વ્યક્તિગત કારણોસર વર્તમાન શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ રમી શક્યો ન હતો. એડિલેડ ટેસ્ટમાં તેની વાપસી થઈ, પરંતુ તેનાથી ટીમને કોઈ ફરક પડ્યો નહીં. કેએલ રાહુલનું ફોર્મ જોઈને રોહિતે પોતાનું સ્થાન છોડીને છઠ્ઠા સ્થાને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ પ્રયોગ સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયો કારણ કે તે બે ઇનિંગ્સમાં માત્ર 3 અને 6 રન જ બનાવી શક્યો હતો. ઓસ્ટ્રેલિયામાં રોહિતની એવરેજ 28થી ઓછી છે.

હર્ષિત રાણા: હર્ષિત રાણાએ આ શ્રેણીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો છે. તે ત્રીજા મુખ્ય ઝડપી બોલરની ભૂમિકા ભજવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગ દરમિયાન હર્ષિત એકમાત્ર એવો બોલર હતો જે કોઈ વિકેટ લઈ શક્યો ન હતો. ભારતીય ટીમની હાર માટે હર્ષિત પણ જવાબદાર હતો કારણ કે તેણે 5.40ના ઇકોનોમી રેટથી રન આપ્યા હતા, જે ટેસ્ટ મેચમાં ખૂબ જ વધારે છે. વાસ્તવમાં સત્ય એ છે કે હર્ષિત ત્રીજા મુખ્ય ફાસ્ટ બોલરની જગ્યા ભરવા માટે સક્ષમ નથી. એડિલેડ ટેસ્ટમાં તે એક પણ વિકેટ લઈ શક્યો નહોતો.

રવિચંદ્રન અશ્વિન: રવિચંદ્રન અશ્વિન નિ:શંકપણે વિશ્વના મહાન બોલરોમાંથી એક છે. પરંતુ જ્યારે કોઈ ખેલાડી ફોર્મમાં હોય છે ત્યારે ભારતીય ટીમ મેનેજમેન્ટ સારી રીતે સમજી ગયું હશે કે તેને રિપ્લેસ કરવું કેટલું મુશ્કેલ હોઈ શકે છે. સુંદર ન્યુઝીલેન્ડ સામેની શ્રેણી બાદથી સારા ફોર્મમાં છે, જ્યાં તેણે 16 વિકેટ લેવાની સાથે 89 રન બનાવ્યા હતા. પર્થ ટેસ્ટમાં તેણે બેટથી 33 રન બનાવ્યા અને ચુસ્ત બોલિંગથી 2 વિકેટ પણ લીધી. તેના સ્થાને, અશ્વિન ન તો બેટથી વધુ અસરકારક સાબિત થયો અને ન તો તેની બોલિંગ કોઈ છાપ છોડી શક્યો.

શુભમન ગિલ: ટીમ ઈન્ડિયાના પપ્રિન્સથ તરીકે પ્રખ્યાત શુભમન ગિલ ઈજાના કારણે પર્થ ટેસ્ટમાં રમી શક્યો ન હતો. તેણે પ્રાઈમ મિનિસ્ટર ઈલેવન સામેની પ્રેક્ટિસ મેચમાં ફિફ્ટી ફટકારીને સંકેત આપ્યો હતો કે તે સારા ફોર્મમાં છે. પરંતુ જ્યારે વાસ્તવિક મેચમાં રન બનાવવાની વાત આવી ત્યારે ગિલનું બેટ શાંત થઈ ગયું હતું. ગિલને બંને ઇનિંગ્સમાં શરૂૂઆત મળી હતી, જેમાં તેણે અનુક્રમે 31 અને 28 રન બનાવ્યા હતા. પિચના ઉછાળ અને ગતિને સમજીને આ રનને મોટી ઇનિંગ્સમાં પરિવર્તિત કરવાની જવાબદારી ગિલની હતી, પરંતુ તેની નિષ્ફળતા પણ ટીમ ઇન્ડિયાની હારનું કારણ સાબિત થઈ છે.

Tags :
Adelaideindiaindia newsSportssports newsTeam India
Advertisement
Next Article
Advertisement