For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા જવા રવાના રવિવારથી વન-ડે શ્રેણીનો થશે પ્રારંભ

10:53 AM Oct 15, 2025 IST | Bhumika
ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા જવા રવાના રવિવારથી વન ડે શ્રેણીનો થશે પ્રારંભ

આજે રવાના થયેલી ભારતીય ટીમની સાથે વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ જોડાયા હતા પરંતુ આશ્ચર્યજનક રીતે સુકાની ગિલ અને કોચ ગૌતમ ગંભીર રાત્રીના 9:00 વાગ્યાની અલગ ફ્લાઈટમાં ઓસ્ટ્રેલિયા જશે વેસ્ટ ઈન્ડીઝ સામે શાનદાર વિજય મેળવ્યા બાદ, ટીમ ઈન્ડિયા હવે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે સવારે રવાના થઈ હતી. ટીમ ઇન્ડિયાના ક્રિકેટર રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ ટીમ ઇન્ડિયા સાથે રવાના થયા હતા. આ પ્રવાસ દરમિયાન બંને ટીમો ત્રણ વનડે અને પાંચ T20 મેચ રમશે.

Advertisement

આ પ્રવાસ ભારતીય ક્રિકેટ માટે મહત્વપૂર્ણ છે. શુભમન ગિલ પહેલીવાર વનડે ટીમનું નેતૃત્વ કરશે, અને રોહિત શર્મા અને વિરાટ કોહલી વાપસી કરશે. આ પ્રવાસ માટે બધા ખેલાડીઓ દિલ્હીથી સવારના 09:00 વાગ્યાની ફ્લાઈટમાં દિલ્હી થી ઓસ્ટ્રેલિયા જવા રવાના થયા હતા. રોહિત અને વિરાટ પહેલાથી જ દિલ્હી પહોંચી ગયા હતા.

ભારતીય ODI ટીમ 15 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે. ટીમ ઈન્ડિયા બે અલગ-અલગ ગ્રુપમાં ઉડાન ભરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પહેલી બેચ 15 ઓક્ટોબરે સવારે 9 વાગ્યે રવાના થઈ હતી, જેમાં ટીમના બધા ખેલાડીઓ, જેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીનો સમાવેશ થાય છે તેમની સાથે હશે. જોકે, ટીમનો કેપ્ટન શુભમન ગિલ ટીમ સાથે નહીં હોય, જે ખૂબ જ આશ્ચર્યજનક છે.

Advertisement

દરમિયાન, ગૌતમ ગંભીર અને તેનો સપોર્ટ સ્ટાફ રાત્રે 9 વાગ્યે બીજા બેચમાં ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે. અહેવાલો અનુસાર, શુભમન ગિલ આ બેચ સાથે પ્રવાસ કરશે. આનો અર્થ એ થયો કે શુભમન ગિલ અને ગૌતમ ગંભીરની જોડી ઓસ્ટ્રેલિયા સાથે પ્રવાસ કરશે. સામાન્ય રીતે, કેપ્ટન અને ખેલાડીઓ પ્રવાસ પર સાથે પ્રવાસ કરે છે, પરંતુ આ વખતે કંઈક અલગ બની શકે છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ODI શ્રેણી 19 ઓક્ટોબરથી શરૂૂ થશે. શ્રેણીની પહેલી મેચ પર્થમાં રમાશે. ત્યારબાદ બંને ટીમો 23 ઓક્ટોબરે એડિલેડમાં એકબીજા સામે ટકરાશે. ત્યારબાદ શ્રેણીની છેલ્લી મેચ 25 ઓક્ટોબરે સિડનીમાં રમાશે. આ ત્રણ મેચો પછી, T20 શ્રેણી શરૂૂ થશે. સૂર્યકુમાર યાદવ ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે શુભમન ગિલ વાઈસ કપ્તાન રહેશે

Advertisement
Tags :
Advertisement
Advertisement