For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુપર ઓવરમાં શ્રીલંકાને હરાવીને ટીમ ઇન્ડિયાનો વિજય સિલસિલો યથાવત

10:56 AM Sep 27, 2025 IST | Bhumika
સુપર ઓવરમાં શ્રીલંકાને હરાવીને ટીમ ઇન્ડિયાનો વિજય સિલસિલો યથાવત

અભિષેક શર્માની 31 બોલમાં 61 રનની વિસ્ફોટક ઇનિંગ

Advertisement

2025 એશિયા કપમાં ટીમ ઈન્ડિયાનો વિજય સિલસિલો યથાવત છે. તેની છેલ્લી સુપર-4 મેચમાં ભારતીય ટીમે શ્રીલંકાને સુપર ઓવરમાં હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા, ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 5 વિકેટે 202 રન બનાવ્યા. જવાબમાં શ્રીલંકા પણ તેમની નિર્ધારિત ઓવરમાં 5 વિકેટે ફક્ત 202 રન જ બનાવી શક્યું. શ્રીલંકા માટે પથુમ નિશંકાએ સદી ફટકારી 58 બોલમાં 107 રન બનાવ્યા. ત્યારબાદ 2025 એશિયા કપનો પ્રથમ સુપર ઓવર બંને ટીમો વચ્ચે રમાયો. શ્રીલંકા સુપર ઓવરમાં ફક્ત બે રન બનાવી શક્યું. ત્યારબાદ, ભારતે પ્રથમ બોલમાં જ ત્રણ રન બનાવી મેચ જીતી લીધી. આમ, ટીમ ઈન્ડિયા 2025 એશિયા કપમાં અણનમ રહી.

સુપર ઓવરમાં ભારત માટે અર્શદીપ સિંહ બોલિંગ કરવા આવ્યો. શ્રીલંકા માટે કુસલ પરેરા અને દુસાન શનાકાએ ઓપનિંગ કરી. પથુમ નિશંકાને સુપર ઓવરમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. કુસલ મેન્ડિસ ત્રીજા બેટ્સમેન હતા. અર્શદીપે પહેલા બોલ પર કુસલ પરેરાને આઉટ કર્યો. પછી, બીજા બોલ પર એક સિંગલ રન થયો. ત્રીજો બોલ ડોટ હતો. શ્રીલંકાએ ચોથા બોલ પર પોતાની બીજી અને અંતિમ વિકેટ ગુમાવી દીધી. આ પછી, કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલ ભારત તરફથી ઇનિંગની શરૂૂઆત કરવા આવ્યા. શ્રીલંકાએ બોલ વાનિન્દુ હસરંગાને સોંપ્યો. ભારતે પહેલા બોલ પર ત્રણ રન બનાવીને મેચ જીતી લીધી. સુપર ઓવરમાં સૂર્યકુમારે ભારત માટે વિનિંગ શોટ રમ્યો.

Advertisement

ભારત અને શ્રીલંકાએ તેમની નિર્ધારિત 20 ઓવરમાં 202-202 રન બનાવ્યા. મેચ સુપર ઓવરમાં ગઈ, જ્યાં શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા માત્ર 2 રન બનાવ્યા, જેનાથી ભારતને 3 રનનો લક્ષ્યાંક મળ્યો. જવાબમાં, ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પહેલા બોલમાં ત્રણ રન લીધા જેનાથી ભારતને રોમાંચક વિજય મળ્યો.

અભિષેક શર્માના 31 બોલમાં 61 રન, સંજુ સેમસનના 23 બોલમાં 39 રન અને તિલક વર્માના 34 બોલમાં અણનમ 49 રનની મદદથી ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 202 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકા પણ 20 ઓવરમાં ફક્ત 202 રન જ બનાવી શક્યું. શ્રીલંકા તરફથી પથુમ નિશંકાએ 58 બોલમાં 107 રન બનાવ્યા, પરંતુ તેની સદી વ્યર્થ ગઈ.

Advertisement
Tags :
Advertisement
Advertisement