AFC વુમન એશિયન ફૂટબોલમાં ટીમ ઇન્ડિયાનો મોંગોલિયા સામે 13-0થી વિજય
ભારતીય મહિલા ફૂટબોલ ટીમે મોંગોલિયા સામે 13-0નો ઐતિહાસિક વિજય મેળવીને AFC મહિલા એશિયન કપમાં પોતાનું અભિયાન શાનદાર રીતે શરૂૂ કર્યું છે. આ સ્કોરલાઇન ટીમના ઇતિહાસમાં ચોથા સૌથી મોટા વિજય તરીકે નોંધાઈ છે, જ્યારે AFC ટૂર્નામેન્ટના દ્રષ્ટિકોણથી સૌથી મોટો વિજય છે.
પ્રથમ હાફમાં ટીમે ચાર ગોલ કર્યા હતા, જ્યારે બીજું હાફ સંપૂર્ણ રીતે ભારતીય દબદબો યુક્ત રહ્યો. પ્યારી ઝાક્સાએ એકલા પાંચ ગોલ ફટકારી, ગ્રેસ ડાંગમેઈએ ત્રણ સહાય કરી અને પેનલ્ટી પરથી પણ ગોલ નોંધાવ્યો. સૌમ્યા ગુગુલોથેના શાનદાર ડાબા પગના ગોલે અને નાનાં રિમ્પા હલદરની સતત દબાણવાળી રમતે મોંગોલિયાની ડિફેન્સને હેરાન કરી દીધા.
બીજા હાફમાં આંતરિક ફેરફારથી રમતનું ચિત્રણ બદલાઈ ગયું. માલવિકા અને પ્રિયદર્શિની સેલ્લાદુરાઈ જેવી નવી ખેલાડીઓએ તરત અસર કરી, જે ભારતની બેંચની ઊંડાણ દર્શાવે છે. પ્રિયદર્શિનીએ પોતાની પહેલી ટચ પર જ ગોલ કરીને પોતાની ક્ષમતા સાબિત કરી.ટીમ હવે તિમોર-લેસ્ટે સામે 28 જૂને રમાવાની મેચ માટે તૈયારી કરી રહી છે. તિમોર-લેસ્ટે અને ઇરાક વચ્ચેની પ્રથમ મેચ ગોલરહિત રહી હતી, જેના આધારે ભારતને આગામી મુકાબલામાં વધુ સંયમિત અને વ્યૂહાત્મક અભિગમ અપનાવવો પડશે.
કોચે કહ્યું કે આગામી પાંચ દિવસમાં ટીમ વિરોધીની નબળાઈઓના આધારે પોતાની રણનીતિ તૈયાર કરશે. આ વિજય સાથે ભારતીય મહિલા ફૂટબોલે પોતાના માટે નવી ઊંચાઈઓ નક્કી કરી છે, પરંતુ કોચ છેત્રીએ સ્પષ્ટ કર્યું છે કે આ શરૂૂઆત છે. નસ્ત્રઅમે વધુ સારા બની શકીએ છીએ,સ્ત્રસ્ત્ર તેમનું કહેવું છે. અહીંથી આગળનો દોર હવે નિર્ધારક બનશે કે એશિયા કાપ માટે ટીમ કેવી રીતે મજબૂત બને છે.