વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, ઓલ રાઉન્ડર રવીન્દ્ર જાડેજા બન્યો વાઈસ કેપ્ટન
વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. શુભમન ગિલના નેતૃત્વમાં 15 સભ્યોની ટીમની પસંદગી કરવામાં આવી છે. સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. BCCIએ ગુરુવારે ટ્વિટ કરીને ટીમ વિશે માહિતી આપી.
સિરીઝની પહેલી ટેસ્ટ 2 ઓક્ટોબરથી અમદાવાદમાં રમાશે. બીજી ટેસ્ટ 10 ઓક્ટોબરથી દિલ્હીમાં રમાશે.
ટીમ ઇન્ડિયા હાલમાં એશિયા કપ 2025માં રમી રહી છે, જ્યાં શુભમન ગિલ ઉપ-કેપ્ટન છે. ભારતે ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ટુર્નામેન્ટની ફાઇનલ 28 સપ્ટેમ્બરે દુબઈમાં યોજાશે. આ પછી, ખેલાડીઓ ભારત પાછા ફરશે, જ્યાં વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ શ્રેણી 2 ઓક્ટોબરથી શરૂ થશે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, દેવદત્ત પડિક્કલ, ધ્રુવ જુરેલ, રવીન્દ્ર જાડેજા (વાઈસ કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, નીતિશ રેડ્ડી અને એન જગદીશન રેડ્ડી.