T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: હાર્દિક પંડ્યા અને ગિલની ટીમમાં વાપસી
દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. સ્કવોડમાં હાર્દિક પંડ્યા અને શુભમન ગિલની ટીમમાં વાપસી થઈ છે. હાર્દિક પંડ્યા બે મહિનાથી પણ વધુ સમય બાદ ટીમમાં વાપસી કરશે. T20 સિરીઝ 9 ડિસેમ્બરથી શરૂ થશે.
BCCIએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ અંગેની જાણકારી આપી. બુધવારે જ રાયપુરમાં બોર્ડે T20 વર્લ્ડ કપ માટે જર્સી પણ લોન્ચ કરી. ટી20 સીરિઝમાં સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવામાં આવ્યો છે જ્યારે વનડેના કેપ્ટન શુભમન ગિલને વાઈસકેપ્ટન તરીકેની જવાબદારી આપવામાં આવી છે. આ સિવાય અક્ષર પટેલ, અભિષેક શર્મા, તિલક વર્મા, હર્ષિત રાણા અને કુલદીપ યાદવ પણ રમતા દેખાશે.
BCCIએ 7 ફેબ્રુઆરીથી શરૂ થનારા T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની નવી જર્સી પણ લૉન્ચ કરી. રાયપુરમાં BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાની હાજરીમાં જર્સી લૉન્ચ થઈ. આ દરમિયાન T20 ટીમના તિલક વર્મા અને ટુર્નામેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર રોહિત શર્મા પણ હાજર રહ્યા.
T20 સિરીઝ માટે ઈન્ડિયન ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ, અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જિતેશ શર્મા (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા અને વોશિંગ્ટન સુંદર.
