તન્વીએ ભારતને બેડમિન્ટનમાં 17 વર્ષ બાદ અપાવ્યો મેડલ
02:24 PM Oct 20, 2025 IST | Bhumika
BWF વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીતી
Advertisement
ભારતની 16 વર્ષની બેડમિન્ટન ખેલાડી તન્વી શર્મા અહીં રવિવારે બીડબ્લ્યૂએફ વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ્સમાં ગોલ્ડ મેડલ તો ચૂકી ગઈ, પરંતુ તેણે સિલ્વર મેડલ જીતીને ભારતને મોટી સિદ્ધિ અપાવી હતી. ભારત 17 વર્ષે બેડમિન્ટનની આ જુનિયર વિશ્વ સ્પર્ધામાં ચંદ્રક જીત્યું છે.
તન્વી શર્મા આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચનાર ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન સાઇના નેહવાલ અને અપર્ણા પોપટ પછીની ત્રીજી ભારતીય મહિલા ખેલાડી બની હતી. જોકે ફાઇનલ મા તન્વીનો થાઇલેન્ડની અન્યાપત ફિચિતપ્રીચસાક સામે 7-15, 12-15થી પરાભવ થયો હતો.
Advertisement
સાઇના 2008 મા આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ અને 2006માં સિલ્વર મેડલ જીતી હતી. ગુજરાતી ખેલાડી અપર્ણા પોપટે 1996માં સિલ્વર મેડલ જીતી લીધો હતો.
Advertisement
