For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારત-બાંગ્લાદેશ વચ્ચે રવિવારથી ટી-20 સિરીઝ

12:58 PM Oct 03, 2024 IST | Bhumika
ભારત બાંગ્લાદેશ વચ્ચે રવિવારથી ટી 20 સિરીઝ
Advertisement

પ્રથમ મેચ ગ્વાલિયરના ન્યુ માધવરાય સિંધિયા ક્રિકેટ મેદાનમાં

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 2-0થી ક્લીન સ્વીપ કર્યું હતું. હવે ટેસ્ટ પછી બંને ટીમો ટી20 સિરીઝ માટે મેદાનમાં ઉતરશે.

Advertisement

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની ટી20 સિરીઝ રમાશે. આ ટી20 સિરીઝ રવિવાર, 6 ઓક્ટોબરથી શરૂૂ થશે. પ્રથમ મેચ ગ્વાલિયરના ન્યૂ માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ત્યારબાદ બીજી મેચ 9 ઓક્ટોબર બુધવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આ પછી, સિરીઝની ત્રીજી અને છેલ્લી ટી20 હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાશે, જે 12 ઓક્ટોબર, શનિવારે રમાશે. ભારતીય સમય અનુસાર ત્રણેય ટી20 મેચ સાંજે 7 વાગ્યે શરૂૂ થશે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાતી ટી20 સિરીઝનું ટીવી પર સ્પોર્ટ્સ 18 દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે. ઉંશજ્ઞઈશક્ષયળફ પર સિરીઝનું લાઈવ સ્ટ્રીમિંગ ફ્રી હશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 14 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. ટીમ ઈન્ડિયાએ 14માંથી 13 મેચ જીતી છે, જ્યારે એક મેચ બાંગ્લાદેશે જીતી છે.

ટી-20 સિરીઝ માટે ભારતીય ટીમ
સૂર્યકુમાર યાદવ (સી), અભિષેક શર્મા, સંજુ સેમસન (ૂસ), રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, રિયાન પરાગ, નિતીશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી, જીતેશ શર્મા (વિકેટકીપર), અર્શદીપ સિંહ રાણા, મયંક યાદવ.

ટી-20 સિરીઝ માટે બાંગ્લાદેશની ટીમ
નઝમુલ હુસૈન શાંતો (સી), તન્ઝીદ હસન તમીમ, પરવેઝ હુસૈન ઈમોન, તૌહીદ હ્રિદોય, મહમુદુલ્લાહ, લિટન દાસ, ઝાકિર અલી, મેહદી હસન મિરાજ, મેંહદી હસન, રિશાદ હુસૈન, મુસ્તફિઝુર રહેમાન, તસ્કીન અહેમદ, શોરિફુલ ઈસ્લામ, તનઝીમ હસન સાકીબ, રકીબુલ હુસૈન.

Advertisement
Tags :
Advertisement
Advertisement