For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

T-20 વર્લ્ડ કપનો ફાઈનલ અમદાવાદમાં રમાઈ શકે

10:54 AM Nov 07, 2025 IST | admin
t 20 વર્લ્ડ કપનો ફાઈનલ અમદાવાદમાં રમાઈ શકે

Advertisement

ICC નજીકના ભવિષ્યમાં 2026 T20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કરશે. જોકે, તે પહેલા મેચો માટેના સ્થળો શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. 2026 T20 વર્લ્ડ કપની મેચો ભારતના પાંચ શહેરોમાં રમાઈ શકે છે. એક અહેવાલ મુજબ, BCCI અધિકારીઓએ આ અંગે એક બેઠક યોજી છે, જેમાં 2023 ODI વર્લ્ડ કપ કરતાં ઓછા શહેરોમાં 2026 T20 વર્લ્ડ કપનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Advertisement

અહેવાલ મુજબ, BCCI અધિકારીઓની બેઠકમાં દરેક સ્થળે છ મેચનું આયોજન કરવા માટે પણ સંમતિ દર્શાવવામાં આવી હતી. હવે, પ્રશ્ન એ છે કે BCCI એ 2026 T20 વર્લ્ડ કપ માટે કયા ભારતીય શહેરોને શોર્ટલિસ્ટ કર્યા છે ? આ યાદીમાં પાંચ શહેરોનો સમાવેશ થાય છે. BCCI એ T20 વર્લ્ડ કપ માટે અમદાવાદ, દિલ્હી, કોલકાતા, ચેન્નાઈ અને મુંબઈને શોર્ટલિસ્ટ કર્યા છે. ભારતની સાથે શ્રીલંકા પણ 2026 માં T20 વર્લ્ડ કપનું આયોજન કરશે. એવું માનવામાં આવે છે કે શ્રીલંકાના ત્રણ સ્ટેડિયમમાં વર્લ્ડ કપ મેચો યોજાશે. જોકે, હજુ સુધી તે સ્પષ્ટ નથી કે કયા ત્રણ સ્થળો હશે.
એક અહેવાલ મુજબ, બેંગલુરુ કે લખનૌને સ્થળ તરીકે ગણવામાં આવશે કે નહીં તે સ્પષ્ટ નથી. BCCI એ 2026 T20 વર્લ્ડ કપ એવા સ્થળોને આપવાનો ઈનકાર કર્યો છે, જ્યાં તાજેતરમાં 2025 મહિલા ODI વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુવાહાટી, વિશાખાપટ્ટનમ, ઈન્દોર અને નવી મુંબઈ ભારતના ચાર સ્થળો છે જ્યાં મહિલા ODI વર્લ્ડ કપમાં મેચોનું આયોજન કરવામાં આવ્યું હતું.

ICC એ BCCI ને સ્પષ્ટ કરી દીધું છે કે જો શ્રીલંકા સેમિફાઈનલ માટે ક્વોલિફાય થાય છે, તો તેમને કોલંબોમાં રમવું પડશે. જોકે, જો પાકિસ્તાન ફાઈનલમાં પહોંચે છે, તો ટાઈટલ મેચ તટસ્થ સ્થળે યોજાશે. આનો અર્થ એ થયો કે ફાઈનલ ભારતમાં યોજાશે નહીં.

Advertisement
Tags :
Advertisement
Advertisement