ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે બુધવારથી T-20 સીરિઝ
શુભમન ગિલના નેતૃત્વમાં ભારતીય ટીમે ODI સિરીઝ 2-1થી ગુમાવી હતી. જો કે, સિડનીમાં રમાયેલી ત્રીજી અને અંતિમ ODI માં રોહિત શર્મા અને વિરાટ કોહલીની ધમાકેદાર ઇનિંગ્સના કારણે ભારત 9 વિકેટથી વિજય મેળવીને ક્લીન સ્વીપ થવાથી બચી ગયું હતું. ODI સિરીઝ પછી હવે T20I સિરીઝનો સમય છે, જેમાં ટીમ ઈન્ડિયાની કમાન સૂર્યકુમાર યાદવ સંભાળશે.
ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની ODI સિરીઝ રમ્યા બાદ ભારતીય ટીમ હવે યજમાન ટીમ સામે પાંચ મેચની T20I સિરીઝ માટે તૈયાર છે. આ T20I સિરીઝનો પ્રારંભ 29 ઓક્ટોબરના રોજ પ્રથમ મેચથી થશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની 5 મેચની T20સિરીઝની પ્રથમ મેચ 29 ઓક્ટોબરે કેનબેરાના મનુકા ઓવલ ખાતે રમાશે. બીજી T20I 31 ઓક્ટોબરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (ખઈૠ) ખાતે યોજાશે. સિરીઝની બાકીની ત્રણ મેચ 2, 6 અને 8 નવેમ્બરના રોજ રમાશે. મહત્વનું છે કે ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા T20સિરીઝની તમામ મેચો ભારતીય સમયાનુસાર બપોરે 1:45 વાગ્યે શરૂૂ થશે.
ભારતીય ટીમ: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, સંજુ સેમસન, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર.
ઓસ્ટ્રેલિયન ટીમ: મિશેલ માર્શ (કેપ્ટન), સીન એબોટ (ગેમ 1-3), ઝેવિયર બાર્ટલેટ, માહલી બીર્ડમેન (ગેમ 3-5), ટિમ ડેવિડ, બેન દ્વારશુઇસ (ગેમ 4-5), નાથન એલિસ, જોશ હેઝલવુડ (ગેમ 1-2), ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, મેથ્યુ કુહનેમેન, ગ્લેન મેક્સવેલ (ગેમ 3-5), મિશેલ ઓવેન, જોશ ફિલિપ, મેથ્યુ શોર્ટ, માર્કસ સ્ટોઇનિસ, એડમ ઝામ્પા.
ભારતીય ક્રિકેટ ચાહકો સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની વિવિધ ચેનલો પર વિવિધ ભાષાઓમાં આ T20સિરીઝનો આનંદ માણી શકશે. આ ઉપરાંત, IND vs AUS T20સિરીઝનું ઓનલાઈન લાઇવ સ્ટ્રીમિંગ JioHotster પર જોવા મળશે.
