For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનમાં અમેરિકામાં થશે ભારત પાકિસ્તાનનો T-20 મુકાબલો

12:45 PM Dec 22, 2023 IST | Sejal barot
જૂનમાં અમેરિકામાં થશે ભારત પાકિસ્તાનનો t 20 મુકાબલો

કોઇ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન થાય અને તેમાં ભારત અને પાકિસ્તાનની ટીમ મેદાન પર ટકરાય છે, ત્યારે આખી દુનિયાની નજર આ મેચ પર હોય છે. હવે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ થવા જઈ રહી છે. આ ટક્કર જૂનમાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપમાં થશે. ટી-20 વર્લ્ડ કપ 2024ની યજમાની અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ સાથે મળીને કરશે. મીડિયા રિપોર્ટ અનુસાર, ભારત અને પાકિસ્તાનની ટક્કર અમેરિકાની આર્થિક રાજધાની ન્યૂયોર્કમાં થશે. આ મેચ 8 જૂન અથવા 9 જૂનના રોજ રમાશે. તારીખ હજુ નક્કી નથી, પરંતુ ભારત-પાકિસ્તાનની મેચ શનિવાર અથવા રવિવારમાંથી કોઇ એક દિવસે યોજાશે. મોટા સમાચાર એ છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ ડે-નાઇટ નહીં પરંતુ સવારે શરૂૂ થશે. અમેરિકામાં સવારે આ મેચ કરવાનો હેતુ માત્ર એટલા માટે છે કે લોકો ભારતમાં આ મેચને યોગ્ય સમયે જોઈ શકે. અમેરિકામાં જ્યારે સવાર હોય છે, ત્યારે ભારતમાં રાત હોય છે. ભારત-પાકિસ્તાનની મેચનો સૌથી મોટો ફેન બેઝ આ બંને દેશોમાં છે, તેથી અમેરિકામાં આ મેચ ડે ટાઇમમાં રમાશે. ટી-20 વર્લ્ડ કપના ઈતિહાસમાં આ પહેલી વખત બનશે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ ડે હશે. આ બંને ટીમો વચ્ચેની મેચ હંમેશા ડે-નાઇટ રહી છે.
રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, ભારતીય ક્રિકેટ ટીમની તમામ મેચો માત્ર અમેરિકામાં જ રમાશે. ભારતીય મૂળના લાખો લોકો અમેરિકામાં રહે છે અને ટીમ ઈન્ડિયાની ત્યાં જબરદસ્ત ફેન ફોલોઈંગ પણ છે. આ કારણે આ નિર્ણય લેવાયો છે. તેમજ 2028માં લોસ એન્જલસમાં ઓલિમ્પિક યોજાશે, જેમાં ક્રિકેટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને આ જ કારણે ટી-20 વર્લ્ડ કપને પણ તેની સાથે સરખાવીને જોવામાં આવી રહ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement