CSK સામેની મેચમાં મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવ રમશે
IPL 2025 ની શરૂૂઆત 22 માર્ચે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (છઈઇ) વચ્ચેની મેચથી થવા જઈ રહી છે. જોકે, મુંબઈ ઈન્ડિયન્સ ટીમ 23 માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK ) સામે IPL ની શરૂૂઆત કરશે. એક મેચના પ્રતિબંધને કારણે, આ મેચમાં હાર્દિક પંડ્યાની જગ્યાએ સૂર્ય કુમાર યાદવ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકે રમશે. મુખ્ય કોચ મહેલા જયવર્ધને સાથે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં હાર્દિક પંડ્યાએ પોતે સૂર્ય કુમાર યાદવને કેપ્ટન બનાવવાની જવાબદારી સોંપી છે. જોકે, આ સમય દરમિયાન, મુખ્ય કોચ મહેલા જયવર્ધનેએ મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ઉપલબ્ધતા વિશે માહિતી આપી છે. ફાસ્ટ બોલરની ઈજા અંગે અપડેટ આપતાં તેમણે કહ્યું કે તે શરૂૂઆતની મેચમાંથી બહાર રહેશે. એટલે કે હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહ 23 માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ભાગ નહીં હોય. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ દરમિયાન જસપ્રીત બુમરાહને ઈજા થઈ હતી. ત્યારથી તે ક્રિકેટના મેદાનથી દૂર છે. ઈજાને કારણે, તે ઈંગ્લેન્ડ સામેની T20અને ODI શ્રેણી તેમજ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતીય ટીમનો ભાગ નહોતો.
મુંબઈ ઈન્ડિયન્સ ટીમ
હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, રોહિત શર્મા, તિલક વર્મા, જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ, નમન ધીર, રોબિન મિંજ, કર્ણ શર્મા, રાયન રિકેલ્ટન, દીપક ચહર, મુજીબ ઉર રહેમાન, વિલ જેક્સ, અશ્વિની કુમાર, મિશેલ સેન્ટનર, રીસ ટોપલી, કૃષ્ણન શ્રીજીત, રાજ બાવા, સત્યનારાયણ રાજુ, બેવોન જેકબ્સ, અર્જુન તેંડુલકર, કોર્બિન બોશ, વિગ્નેશ પુથુર