For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઓરેન્જ કેપ માટે સૂર્યકુમાર, પર્પલ કેપ માટે કૃષ્ણા ટોચ પર

10:54 AM May 08, 2025 IST | Bhumika
ઓરેન્જ કેપ માટે સૂર્યકુમાર  પર્પલ કેપ માટે કૃષ્ણા ટોચ પર

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની 56મી મેચ બાદ પોઈન્ટ ટેબલમાં ગુજરાત ટાઈટન્સ પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. ઓરેન્જ કેપ પર મુંબઈ ઈન્ડિયન્સના સૂર્યકુમાર યાદવે કબ્જો કરી લીધો છે, જ્યારે પર્પલ કેપની રેસમાં ગુજરાત ટાઇટન્સનો ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા ટોચ પર છે.

Advertisement

IPL 2025ની 56મી મેચ પછી મુંબઈ ઈન્ડિયન્સના સૂર્યકુમાર યાદવે પ્રથમ સ્થાને છે, જેના 12 મેચમાં 510 રન છે. ગુજરાતનો સાઈ સુદર્શન તેનાથી માત્ર એક જ રન પાછળ છે. તેના 11 મેચમાં 509 રન છે. આ સાથે જ શુભમન ગિલ સાઈ સુદર્શનથી માત્ર એક જ રન પાછળ છે, તેના 11 મેચમાં 508 રન છે. ચોથા સ્થાને વિરાટ કોહલી 11 મેચમાં 505 રન જ્યારે પાંચમા સ્થાને જોશ બટલર છે, જેના 11 મેચમાં 500 રન છે.આજે મુંબઈ સામેની મેચ બાદ ટોચના સ્થાને પહોંચી શકે છે.

IPL 2025ની 56મી મેચ પછી ટોચના સ્થાને ગુજરાત ટાઈટન્સનો પ્રસિદ્ધ કૃષ્ણા છે. જ્યારે છઈઇનો જોશ હેઝલવુડ બીજા સ્થાને છે. મુંબઈ ઈન્ડિયન્સનો ટ્રેન્ટ બોલ્ટ ત્રીજા સ્થાને આવી ગયો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement