બોલ પીચમાં ઘુસી જતાં મેચ રદ WBBL મેચમાં વિચિત્ર ઘટના
પીચના સમારકામ દરમિયાન બની ઘટના
ક્રિકેટ મેચ રદ થવી એ કોઈ નવી કે મોટી વાત નથી. વરસાદ કે ખરાબ હવામાનને કારણે ઘણીવાર મેચ રદ કરવામાં આવે છે. કેટલાક પ્રસંગોએ પિચને ખતરનાક માનવામાં આવતા મેચ રદ કરવામાં આવી છે. ભાગ્યે જ ક્યારેક મેચ દરમિયાન રમખાણો કે ખલેલને કારણે કેટલીક મેચ રદ કરવામાં આવી છે. પરંતુ ઓસ્ટ્રેલિયાની મહિલા બિગ બેશ લીગમાં મેચ રદ થવાની ઘટના કદાચ સૌથી અભૂતપૂર્વ છે.
હોબાર્ટ હરિકેન્સ અને એડિલેડ સ્ટ્રાઈકર્સ વચ્ચેની મેચ રદ કરવામાં આવી હતી કારણ કે બોલ મેચની વચ્ચે પિચમાં ડૂબી ગયો હતો, જેના કારણે ખાડો પડી ગયો હતો. શુક્રવારે ઠઇઇક 2025 સિઝનની 37મી મેચ એડિલેડ ગ્રાઉન્ડ પર રમાઈ રહી હતી. એડિલેડે પ્રથમ બેટિંગ કરી અને 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યા. એડિલેડનો દાવ પૂરો થયા પછી હોબાર્ટની બેટિંગ શરૂૂ થાય તે પહેલા 15 મિનિટનો બ્રેક હતો. દરેક મેચની જેમ આ બ્રેક દરમિયાન ગ્રાઉન્ડ સ્ટાફ પિચનું સમારકામ કરી રહ્યા હતા. પિચ પર ભારે રોલરનો પણ ઉપયોગ થઈ રહ્યો હતો ત્યારે આ ચોંકાવનારી ઘટના બની.
બન્યું એવું કે બ્રેક દરમિયાન, કેટલાક ખેલાડીઓ મેદાનના એક ભાગમાં પ્રેક્ટિસ કરી રહ્યા હતા. અચાનક, એક બોલ પિચ તરફ આવ્યો અને તરત જ પિચ પર ફેરવવામાં આવતા રોલરની નીચે ફસાઈ ગયો. ભારે રોલરથી કચડાયેલો બોલ પિચમાં ઘૂસી ગયો, જેનાથી એક મોટો ખાડો પડી ગયો. મેદાનનો સ્ટાફ પિચની હાલત જોઈને દંગ રહી ગયો અને તરત જ તેને સુધારવાના પ્રયાસો શરૂૂ કરી દીધા. પરંતુ જ્યારે પિચ રિપેર ન થઈ શકી, ત્યારે અમ્પાયરોએ મેચ રદ્દ કરવાનો નિર્ણય લીધો.